November 19, 2024

આદર્શ નિવાસી શાળા નેત્રંગ તેમજ વાલીયા મિશ્ર ખાતે સ્વચ્છતા હી સેવા  અંતર્ગત સ્વચ્છતા અભિયાન જાગૃતિ રેલી યોજાઇ

Share to

પ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે જાહેર કરવામાં આવેલ છે.17મી સપ્ટેમ્બરથી 2 જી ઓક્ટોબર મહાત્માં ગાંધીજીની જન્મ જ્યંતી સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેને ભાગરૂપે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આદર્શ નિવાસી શાળા

નેત્રંગ-વાલીયા મિશ્ર ખાતે પોષણમાહ તેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શાળામાં સીકલસેલ અવેરનેસ,સ્ક્રિનીંગ,ગ્રોથ મોનીટરીંગ,પુરક અને પૌષ્ટીક આહાર,પોષણ ભી પઢાઇ ભી અને પોષણ જાગૃતી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે પોષણ અને સ્વચ્છતાને લગતા સેમીનાર,ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધા,વેશભુષા સ્પર્ધા સહિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજરોજ પોષણ જાગૃતિ તેમજ સ્વચ્છતા અભિયાન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી નેત્રંગ ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી અને સ્વરૂપે સ્વચ્છતા અને પોષણજાગૃતી સુત્રોચ્ચાર કરી લોકોને સ્વચ્છતા અને પોષણ અંગેની જાગૃતીથી અવગત કરવામાં આવ્યા હતા.આ રેલીમાં શાળાના આચાર્ય હેમંત વસાવા અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed