રિપોર્ટર / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે પીપરીપાન ગામે રહેતા ગણેશ મોહન વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવીને મંગાભાઇ સેલીયાભાઇ વસાવાના ઘરમાં વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ છે.ઝઘડિયા પોલીસની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા સ્થળ ઉપર હાજર મળેલ ઇસમને તેનું નામ પુછતા તેનું નામ ચંદ્રેશ છત્રસિંગ વસાવા રહે.ગામ ગુંડેચા ૧ તા.ઝઘડિયાના હોવાનું જણાયું હતું. સદર ઇસમને સાથે રાખીને પોલીસે મંગાભાઇ સેલીયાભાઇ વસાવાના ઘરમાં તપાસ કરતા ઘરની અડાળીમાં બે કોથળામાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા ૨૯૨૦૦ ની કિંમતની કુલ ૫૮ બોટલો મળી આવી હતી. સ્થળ ઉપરથી પકડાયેલ ઇસમને પુછતા ગણેશભાઇ મોહનભાઇ વસાવા રહે.ગામ પીપરીપાન ઇંગ્લીશ દારૂ વેચવાનો ધંધો કરતો હોઇ તે આ દારૂનો જથ્થો લાવેલ હતો અને મંગાભાઇના ઘરમાં મુક્યો હતો.પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કબજે લઇને આ ગુના હેઠળ ગણેશ મોહનભાઇ વસાવા રહે.પીપરીપાન તા.ઝઘડિયા,મંગાભાઇ સેલીયાભાઇ વસાવા રહે.પીપરીપાન તેમજ ચંદ્રેશ છત્રસિંગ વસાવા રહે.ગામ ગુંડેચા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો