નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ ના રહેવાસી નામે: વસાવા સંજયભાઈ
તારીખ:23/09/2024 ના રોજ રાજપીપલા ખાતે સાંજના સમયે કામ અર્થે ગયા હોય છે ત્યારે સંજયભાઈ ના પરિવારજનો પર સંજયભાઈ નો ફોન આવે છે કે ” નર્મદા LCB ના માણસો બાબુભાઇ અને યોગેશભાઈ મને આરોપી ને પકડવા ડ્રાઈવર તરીકે સુરત બોલાવી જાય છે” તેમ જણાવે છે અને સંજયભાઈ ના ધર્મપત્ની એ LCB ના માણસો સાથે ફોન પર વાત કરતા ” તમારા પતિ ને અમે સમયસર ઘરે મુકવા આવીશું” તેમ જણાવવામાં આવ્યું”
ત્યારબાદ સંજયભાઈ ના પરિવારજનો એ વધુ સમય થતા સંજયભાઈ ને ફોન દ્રારા સંપર્ક કર્યો પણ સંજયભાઈ એ તેમનો ફોન રિસીવ ન કર્યો પણ તેમને લઇ જનારા LCB ના માણસો એ ફોન રિસીવ કર્યો. અને અમે સમયે ઘરે આવી જઈશું તેમ જણાવતા.
જયારે પણ સંજયભાઈ ના પરિવારજનો ફોન પર સંપર્ક કરે છે ત્યારે કયા છે તેની ચોક્કસ માહિતી આપવામાં આવતી ન હતી. અને ફરી એક વાર સંજયભાઈ નો તેમના ધર્મ પત્ની પર ફોન આવે છે અને જણાવે છે કે ” અમે સમયે આવી જઈશું”
ત્યારબાદ પરિવારજનો એ આખી રાત સંજયભાઈ નો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો પણ સંપર્ક ન થતા તેમને લઇ જનારા LCB ના માણસો ને સંપર્ક કરતા “અમે સમયસર ઘરે પહોંચાડી દઈશું” તેમ જણાવવામાં આવે છે. અને સંજયભાઈ ઘરે પહોંચતા નથી અને સવાર થાય છે.
બીજે દિવસે સવારે તારીખ:24/09/2024 ના રોજ સવારે 8:00 વાગ્યા ના સમયગાળા દરમિયાન દમણાચા (સંજયભાઈ ના ગામ)ગામના લોકો ફળિયામાં લોકો વાતો કરી રહ્યા હતા કે ” દમણાચા ગામના એક ભાઈ નું સુંદરપુરા પાસે ડેડ બોડી પડી છે તેમ વાતો કરી રહ્યા હતા. પરિવારજનો ને જાણ થતા સંજયભાઈ ના પિતરાઈ અને સંજયભાઈ ના ધર્મ પત્ની અને તેમની પુત્રી તથા ગ્રામજનો ઘટના સ્થળે જાય છે.
ત્યારબાદ ત્યાં જઈ ને જુએ છે તો સંજયભાઈ નો મૃતદેહ પડેલ હતો. પરિવારજનો એ સંજયભાઈ ને બોલાવી જનાર LCB સ્ટાફ, બાબુભાઇ અને યોગેશભાઈ નો સંપર્ક કરે છે. તેમણે ફોન રિસીવ ન કર્યો જેથી પરિવારજનો એ પોલીસ સ્ટેશને જાણ કરી. અને મૃતદેહ ને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી વાહન દ્રારા ખાસેડવામાં આવે છે.
સંજયભાઈ ને લઇ જનારા બાબુભાઇ અને યોગેશભાઈ પર કાયદેસર ની કાર્યવાહી અને FIR માં નામ દાખલ કરવાની માંગણી સાથે પરિવારજનો હોસ્પિટલ ખાતે બેઠા હતા, પરંતુ તેમને જણાવવામાં આવે છે કે “સંજયભાઈ નું મૃત્યુ અકસ્માત થી થયું છે. ” LCB સ્ટાફ ના માણસો બાબુભાઇ અને યોગેશભાઈ નું નામ FIR માં દાખલ કરવાની માંગણી સાથે સાંજ પડે છે. પરિવારજનો એ સંજયભાઈ ને લઇ જનારા LCB ના માણસો ને મળવા માંગતા હતા ત્યારે પોલીસ દ્રારા ના પડતા પરિવાજનો એ મૃતદેહ સ્વીકારવાનું ના પાડ્યું. મૃતક સંજયભાઈ ના માતા ને મહિલા પોલીસ દ્રારા ધક્કામુક્કી કરતા નીચે પડી જવાથી દવાખાને ખાસેડવામાં આવે છે. અને બીજે દિવસે સવારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે.
બીજે દિવસે મુતક સંજયભાઈ ના પુત્રી એ આ સમગ્ર ઘટનાની જાણ દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ને કરી, રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો ને ન્યાય મળે અને તમામ ઘટનાનું સત્ય બહાર આવે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.
ધારાસભ્ય ચૈતર વસાવા એ નર્મદા જિલ્લાના પોલીસ વડા સાથે વાતચીત કરી. મૃતક સંજયભાઈ ને લઇ જનારા બને માણસો ને બોલાવી CCTV ફૂટેજ, P.મ FSL ના રિપોર્ટ ના આધારે કાયદેસર ની તપાસ કરવા અને પરિવારજનો ને ન્યાય મળે તે અંગે રજુઆત કરી. અને પરિવારજનો દ્રારા મૃત દેહ નો સ્વીકાર કર્યો.
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.