October 4, 2024

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાઓ તેમજ બાળકીઓના શોષણ અને તેની હત્યાના વધતા જતા બનાવો બાબતે આવેદનપત્ર પાઠવ્યું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા

આવનાર નવરાત્રી તહેવારમાં તથા સ્કૂલ કોલેજોમાં આવી ઘટનાઓ અટકાવવા મહિલા સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી,

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં મહિલાઓ તેમજ બાળકો સાથે બળાત્કાર છેડતી ધરેલું હિંસા અને હત્યાના વધતા જતા બનાવ બાબતે રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા પ્રાંત અધિકારીને ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા, નટુભાઈ પરમાર, કાંતિભાઈ પરમાર, સરફરાઝ શેખ, ધર્મેન્દ્ર સોલંકી, સદ્દામભાઈ ચૌહાણ, સતિષભાઈ વ્યાસ, કનુભાઈ પરમાર, મુનીરભાઇ સહિત ઉપસ્થિત રહી પાઠવવામાં આવ્યું હતું. સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપની સરકાર મહિલાની સુરક્ષા અંગે તદ્દન નિષ્ફળ નીવડી છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો એ ધરેલું હિંસાના કેસો મુજબ દર વર્ષે સાત થી આઠ હજાર કેસો નોંધાય છે, અને ઘણા એવા બનાવો હશે કે જે નોંધાતા પણ નહીં હોય, જેનું કારણ ફક્ત ગુનેગારોમાં કાયદા વ્યવસ્થા અંગે કોઈ ડર રહ્યો નથી, ગુજરાતમાં પ્રતિદિન મહિલા બળાત્કારનો ભોગ બને છે, પાછલા ચાર વર્ષોમાં હજારો બળાત્કારના કેસો નોંધાયા છે તથા સામુહિક બળાત્કારના પણ કેશો નોંધાયા છે, હાલમાં બનેલી ઘટનાઓ જેવી કે દાહોદ જિલ્લાના શિગવડ તાલુકાના તોરણી શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની બાળકીનો રેપ વીથ મર્ડર કરવામાં આવ્યું છે, તેમજ રાજકોટના આટકોટ ખાતે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે, જેમાં ભાજપના પદાધિકારની સંડોવણીની ખુલી છે, તથા વડોદરા નજીક આવેલા અનગઢ ગામના ભાજપના કાર્યકરનો પરણીતા પર બળાત્કાર અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાસે પાનોલી માં ૧૦ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે, આવી તમામ બનતી ઘટનાઓના આરોપીને રાજકીય પીઠબળ મળતું હોવાથી તેઓ ભયમુક્ત રીતે આવા ગુનાઓ આચરી રહ્યા છે, આવા ગુના આચરતા લોકોને તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો હોવાથી આવી ઘટનાઓને રોકવા માટે મહિલા સુરક્ષા વધારવા અંગે યોગ્ય પગલા લેવા ખૂબ જ જરૂરી છે, મહિલાઓ અને બાળકો જ્યારે સ્કૂલ કોલેજ જેવી સંસ્થાઓમાં પણ સુરક્ષિત ન હોય ત્યાં પણ તેમને સુરક્ષા અંગે સમીક્ષા કરી તેને લગતી ગોઠવણ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી.


Share to

You may have missed