નસવાડી તાલુકામાં બગાલીયા ગામ આવેલું છે અને કવાંટ તાલુકાના તાડકાછલા ગામને જોડતો એક કિલોમીટરનો રસ્તો આવેલો છે બને તાલુકાઓને જોડતો આ રસ્તો આવેલો છે આ રસ્તો 12 વર્ષ પહેલા નવો બન્યો હતો હાલ ભારે વરસાદ ના કારણે આ રસ્તો ધોવાઈ ગયો છે અને મોટા મોટા ખાડાઓ પાડી ગયા ગયા છે અને કીચડ વાળો થઇ ગયો છે જેના કારણે વાહન ચાકલોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડે છે ફોર વીલ ગાડી તેમજ બાઈક આ રોડ ઉપર લઈને નીકળે છે તો કીચડમાં ગાડીઓ ફસાઈ જાય છે અને નીકળતી નથી જયારે ગ્રામજનોએ પંચાયત માર્ગ મકાન વિભાગમા અનેક વાર રસ્તો નવો બનાવવા માટે રજૂઆત કરી છે પરંતુ ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લેવાતી નથી અને રસ્તો નવો બનાવવામાં આવતો નથી તેમજ રસ્તાનું રીપેરીંગ પણ કરવામાં આવતું નથી હાલ તો ગ્રામજનો ભેગા થઇ આ રસ્તાઓમાં પડેલા મોટા મોટા ખાડાઓમાં વાહન અવર જવર થાય તે માટે જાતે પથ્થર પુરી રસ્તો ચાલુ કરવા મજબુર બન્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર