પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૧-૦૯-૨૦૨૩.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ સ્ટાફ થવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા નાઇટ પેટોલીંગમા હતા તે સમયે મળેલ બાતમી મુજબ બિલાઠા ગામના ભગત ફળીયા વિસ્તારમા રાકેશ રમેશ વસાવા ના ધર પાસે આવેલ લીમડાના ઝાડ નીચે ખુલ્લામા કેટલાક ઇસમો જાહેરમાં કુંડાળુવળી પતાપાના વડે હારજીતનો જુગાર રમતા હોય. જે બાતમી આધારે રેડ કરતા સ્થળ પરથી બે જુગારીયાઓ ઝડપાઇ ગએલ જેમા (૧ ) અજય કનુ વસાવા (૨) ભાવિન રમણ વસાવા બન્ને રહે બિલાઠા તા. નેત્રંગ જી.ભરૂચ. તેઓની અંગ ઝડતી માંથી રૂપિયા ૨૮૦/= દાવ ઉપર ના રૂપિયા ૮૦૦/= મળી કુલ્લે રૂપિયા ૧૦૮૦/= મુદામાલ જપ્ત કરેલ છે. જ્યારે ફરાર થયેલમા (૧) અલ્પેશ ટેટીયો વસાવા (૨) ધર્મેશ ઉફે પાંડયા શામસીંગ વસાવા.(૩) અક્ષય મહેશ વસાવા (૪) રણજીત રસીક વસાવા (૫) રાજેન્દ્ર ઉફે બોખો ફલસીંગ વસાવા (૬) જીતેન્દ્ર દામજી વસાવા. તમામ રહે બિલાઠા તા.નેત્રંગ જી.ભરૂચ. તમામ ની સામે જુગાર અટકાયતી અધિનિયમ એક્ટ હેઠળ કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી લેવાની કાયઁવાહી હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*