ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ લારી-ગલ્લાવાળાને ત્યાંથી હટાવવા માટે જી.આઈ.ડી.સી. તરફથી નોટિસ મળી હતી. પરંતુ ચોમાસાનાં કારણે તથા બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે આ લોકોએ લારી-ગલ્લા હટાવ્યા નહીં. લારી-ગલ્લાવાળા લોકોએ મારી મુલાકાત લઈને આ અંગે રજૂઆત કરી હતી. મેં જી.આઈ.ડી.સી.નાં ઉચ્ચ અધિકારી શ્રી અને કલેકટર શ્રીને આ લોકોને સમય આપવા જાણ કરી. ચોમાસા પછી વૈકલ્પિક વ્યવસ્થા મળતા આ લોકો સ્વૈચ્છિક રીતે ખસી જશે તેવી બાંહેધરી પણ આપી હતી. પરંતુ આ વાત થયા પછી પાંચ જ દિવસમાં ગાંધીનગરથી સૂચના મળી કે લારી-ગલ્લા હટાવો. આજે સવારે 8 કલાકે વહીવટી તંત્ર અને પોલીસ કાફલા સાથે લારી-ગલ્લા હટાવવાનું આયોજન હતું. જો કે આજે હું અને આસપાસના ફૂલવાડી, દડેડાં, તલોદરા અને અન્ય ગામનાં આગેવાનો ગરીબ લારી-ગલ્લાવાળાનાં પરિવારજનોનાં સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સૌની હાજરી હોવાથી લારી-ગલ્લા હટાવવાનું આજનું અભિયાન મોકૂફ રખાયું હતું.
More Stories
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….