November 28, 2024

ઝઘડિયા પ્રાંત, મામલતદારની ટીમો દ્વારા મોટા વાસણાની લીઝોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

લીઝ પર નિયમાનુસાર બોર્ડ ન લગાવતાં દંડ કરાશે…

ઝઘડિયાના મોટા વાસણા ગામે આવેલી ૫ રેતીની લીઝ ખાતે બુધવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ભરૂચના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ટીમોએ લીઝ સંચાલકો તેમને અપાયેલી લીઝની જગ્યામાંથી જ રેતી કાઢે છે કે કેમ તેની તપાસ કરી હતી. જેમાં રેતીના લીઝ સંચાલકોએ તાજુ ખનન કર્યું હતું. ત્યાના વિસ્તાની જીપીએસ માપણી કરી હતી.

સાંસદ મનસુખ વસાવા દ્વારા નર્મદા નદી પર આવેલી રેતીની લીઝોના સંચાલકો મનમાની કરતાં હોવાનું તેમજ તેમના દ્વારા ગેરકાયદે રેતી ખનન અને વહન કરવામાં આવતાં ડુબી જવાના અને અકસ્માતના અનેક બનાવો બન્યા છે. તેવા આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. તેમણે ભરૂચ, નર્મદા અને વડોદરા કલેક્ટર પર પણ ગંભીર આરોપો કર્યાં હતાં. ત્યારે બુધવારે કલેક્ટરની સુચનાથી ઝઘડિયાના પ્રાંત અધીકારી કાજલ ગામીત, મામલતદાર એન. સી. રાણા, સર્કલ ઓફિસર રાહુલ વસાવા, સહિત ભરૂચ ખાણ ખનિજ વિભાગની ટીમે સંયુક્ત રીતે મોટા વાંસણા ગામે આવેલી પાંચ લીઝોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, પાંચ પૈકીની બે લીઝ બંધ હોવાનું જણાતાં ચાલુ રહેલી ત્રણ લીઝમાં તેમણે ચેકિંગ કરતાં તેઓએ લીઝના સ્થળે નિયમાનુસારનું બોર્ડ માર્યું ન હોવાનું જણાયું હતું. તેમજ હદ અંગેની સ્પષ્ટતા થાય તેવા નિશાન લગાવ્યા ન હોવાનું જણાયું હતું. જેના પગલે ખાણ ખનિજ વિભાગની ટીમે તેમની લીઝમાં થયેલાં ખનનની જીપીએસથી માપણી કરી હતી. અને તમામ ડેટા એકત્ર કર્યાં હતાં. પ્રાથમિક તબક્કે તેમને લીઝ પર ચોક્કસ નિયમાનુસારનું બોર્ડ નહીં હોવાને કારણે જે તે સંચાલકને દંડ કરવામાં આવશે.


Share to

You may have missed