September 9, 2024

ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા ઝઘડિયા-નેત્રંગ તાલુકામાં વર્ષોથી વણ ઉકેલાયેલ જંગલની જમીનના રેવન્યુમાં ફેરવાવાની માહિતી આપતા સમસ્ત આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

Share to

આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં એક મીટીંગ મળી હતી.જેમાં જંગલ જમીનની ફોરેસ્ટ ખાતા દ્વારા ૧૯૮૦ અને ૧૯૮૬ની સાલમાં જમીનનાં હક્ક પત્રક આપવામાં આવતા હતા.પરંતુ વર્ષો સુધી આ જમીનને રેવન્યુમાં જંગલખાતાએ તબદીલ નહિ કરતા વારસાઈ અંગેનાં પ્રશ્ર્નોનો પણ આજદિન સુધી નિકાલ થયો નથી ત્યારે કોઇપણ લાભાર્થી લાભથી વંચિત નહિ રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેવામાં લાભીર્થીઓને લાભ મળે તે માટે ધારાસભ્ય રિતેશ વસાવાએ મીટીંગ યોજી હતી અને મામલતદાર રિતેશભાઈ કોંકણી,તાલુકા વિકાસ અધિકારી અને નેત્રંગ તાલુકા તેમજ ઝગડિયા તાલુકાનાં પ્રમુખ જયેન્દ્ર વસાવા,નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઇ પરમાર,માહામંત્રી પ્રકાશભાઈ ગામિત સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરી હતી અને વારસાઈ તેમજ રેવન્યુ અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી સાથે વર્ષોથી જંગલની જમીનના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા જમીનોને રેવન્યુમાં ફેરવાવા અંગેની માહિતી આપી હતી ધારાસભ્યની આવી અસરકારક કામગીરીને લઇ આદિવાસી વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed