DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ પોલીસ દ્વારા  તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ.૧.૭૦,૪૭૫/- ની કિંમતના કુલ ૧૧ ખોવાયેલ મોબાઇલ ફોન શોધીને ડી,વાય એસ,પી હિતેશ ધાંધલીયાના હસ્તે મુળ માલીકને પરત આપ્યા

Share to

.જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓની સુચના મુજબ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરવા તેમજ પોલીસ પ્રત્યે પ્રજામા વિશ્વાસની ભાવના રહે જે અનવ્યે જુનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સપેકટર શ્રી પી.સી. સરવૈયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સારૂ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય તે દરમ્યાન કુલ ૧૧ મોબાઇલ ફોન CEIR પોર્ટલ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે જુનાગઢ શહેર તેમજ આજુ બાજુના જીલ્લામાંથી અગીયાર મોબાઇલ ફોન શોધી કાઢી ખોવાયેલ મોબાઇલ માલીકને મોબાઇલ મળ્યા અંગેની જાણ કરી તેઓને નાયબ પોલીસ અધિક્ષક સાહેબની કચેરી જુનાગઢ ખાતે બોલાવી “તેરા તુજકો અર્પણ- કાર્યક્રમ અંતર્ગત હે નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલ્યા સાહેબના હસ્તે અગીયાર મોબાઇલ ફોન કુલ કિ.રૂ.૧,૭૦,૪૭૫/- ના મુળ માલીકને પરત કરી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને સાર્થક કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed