નેત્રંગ. તા.૨૮-૧૧-૨૪
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમત એસજીએફઆઈ ૨૦૨૪-૨૫ અં-૧૪, અં-૧૭, અં-૧૯ ભાઈઓ-બહેનોની ભરૂચ જીલ્લાની એથ્લેટિક્સ સ્પર્ધા તા.૨૬મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ ઝાડેશ્વર ખાતે કે.જી.એમ સ્કુલ ખાતે યોજવામા આવી હતી,
જેમાં નેત્રંગ તાલુકાના શણકોઈ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયમા રહીને અભ્યાસ કરતી ૨૩ જેટલી આદિવાસી દિકરીઓ એ ભાગ લીધો હતો. અને એક સાથે ૨૫ મેડલ મેળવી નેત્રંગ તાલુકાનુ ગૌરવ વધારતા આનંદની લાગણી ફરીવળી છે.
શાળાકીય રમત SGFI માં આ ૨૩ દિકરીઓએ દોડ,કૂદ,ફેક અને જમ્પ વિભાગમાં ભાગ લીધો હતો, જેમા અંડર-૧૪ ઉચીકૂદમાં વસાવા સંજના -પ્રથમ, ચક્રફેકમાં વસાવા સ્વેતલ – પ્રથમ, વસાવા રવિના-બીજા ક્રમે, ગોળાફેકમાં વસાવા માનસી – પ્રથમ ,વસાવા વૈશાલી – બીજાકમે,
અંડર-૧૭મા ગોળાફેક, ચકફેકમાં વસાવા સપના – પ્રથમ ક્રમે, ગોળાફેકમાં વસાવા કોમલ બીજા ક્રમે , લાંબી કુદમાં હિરલ વસાવા પ્રથમ ક્રમે, લંગડી ફાળકૂદમાં ચૌધરી પ્રિયાંસી પ્રથમ ક્રમે, હેમર થ્રો માં વસાવા દિપીકા પ્રથમ ક્રમે વિજેતા.
અંડર-૧૯ માં ચક્રફેકમા વસાવા શીતલ પ્રથમ ક્રમે, વસાવા સંજના બીજા ક્રમે, ગોળાફેકમાં વસાવા સંજના પ્રથમ ક્રમે, આશા વસાવા બીજા ક્રમે, બરછી ફેકમાં વસાવા આશા પ્રથમ ક્રમે, વસાવા આરતી બીજા ક્રમે, લાંબીકુદ/ટ્રીપલ જમ્પમાં વસાવા કૌશલ્યા પ્રથમ ક્રમે, ૧૦૦મી દોડમાં વસાવા કિષ્ના બીજા ક્રમે,૨૦૦મી દોડમાં વસાવા પ્રિયંકા પ્રથમ ક્રમે, વસાવા જાગૃતિ બીજા ક્રમે, હેમર થ્રો માં વસાવા દક્ષા પ્રથમ ક્રમે, ૮૦૦મી દોડમાં વસાવા વિધા ત્રીજા ક્રમે વિજેતા.
આમ ૧૫ ગોલ્ડ, ૮ સીલ્વર, ૨ બ્રોન્ઝ મળી કુલ ૨૫ મેડલ મેળવી કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય શણકોઇનું નામ રોશન કરતા આનંદ સાથે ગૌરવ ની લાગણી તાલુકાભરમા ફરીવળી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ.૧.૭૦,૪૭૫/- ની કિંમતના કુલ ૧૧ ખોવાયેલ મોબાઇલ ફોન શોધીને ડી,વાય એસ,પી હિતેશ ધાંધલીયાના હસ્તે મુળ માલીકને પરત આપ્યા
* નેત્રંગ પો.સ્ટેશનમાં શાંતિસિમિતિની બેઠક યોજાય
રાજય કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં શણકોઈ શાળાની વિધાથીએ સિલ્વર મેડલ મેળવ્યો. ૧૨ વિધાથીનીઓ ભાગ લીધો