November 30, 2024

* નેત્રંગ પો.સ્ટેશનમાં શાંતિસિમિતિની બેઠક યોજાય

Share to

તા.૨૯-૧૧-૨૦૨૪ નેત્રંગ.

ભારત સરકાર માન્ય દેશની પ્રથમ આશ્રમશાળા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયઁરત છે.જેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.ભારતીય સેનાના CRPF કમાન્ડર રાજેશ તિવારીએ અને અન્ય કમાન્ડોએ ચાસવડ આશ્રમની મુલાકાત લઈને વિધાર્થીઓ સાથે વાતૉલાપ કરતાં જણાવ્યું હતું કે,દેશની સેવા-સુરક્ષા માટે ભારતીય સેનામાં ભરતી થવું જોઈએ.વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવલ ભવિષ્ય હાંસલ કરવા માટે સારો અભ્યાસ જરૂરી છે જે વિશે વિસ્તૃત માગઁદશઁન આપ્યું હતું.

નેત્રંગ પો.સ્ટેશનમાં CRPF કમાન્ડર રાજેશ તિવારીએ અને અન્ય કમાન્ડોએ શાંતિ-સમિતિની બેઠક યોજી હતી.વિવિધ ગામના આગેવાનો સાથે ભુગોળની પરિસ્થિતિનો તાગ મેળવી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ગ્રામજનોને સાથે ચચાઁ કરી હતી.જે દરમ્યાન પુવઁમંત્રી ખુમાનસિંહ વાંસિયા,નેત્રંગ પો.સ્ટેશનના પીઆઈ આર.સી વસાવા સાથે વિવિધ ગામના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed