November 30, 2024

રાજય કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં શણકોઈ  શાળાની વિધાથીએ સિલ્વર મેડલ મેળવ્યો. ૧૨ વિધાથીનીઓ ભાગ લીધો

Share to

નેત્રંગ. તા.૨૯-૧૧-૨૪

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્રારા પ્રેરિત ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમત એસજીએફઆઈ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૪-૨૫ અંડર-૧૪ ભાઈઓ-બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધા નડિયાદ ખાતે યોજાયેલ,જેમા કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય શણકોઈ નેત્રંગ ની ભરૂચ જીલ્લામાં પ્રથમ નંબર મેળવનાર ત્રણ વિધાથીનીઓ ભાગ લઈ ભરૂચ જીલલાનું નેતૃત્વ ક્યુઁ હતુ. ચક્રફેકમાં વસાવા સ્વેતલ,ઉચીકૂદમાં વસાવા સંજના અને ગોળાફેંકમાં માનસીએ ભાગ લઈ પોતાની રમતનું કૌશલ્ય પ્રદશિત ક્યુઁ હતું.
જ્યારે અંડર-૧૭ અને અંડર-૧૯ ભાઈઓ-બહેનોની રાજયકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા ગોધરા ખાતે યોજાયેલ, જેમાં અંડર-૧૭ માં અત્રેની શાળાની ત્રણ વિધાથીઓએ ભાગ લીધો હતો.જેમા વસાવા સપનાએ ચક્રફેક/ગોળાફેંક માં, વસાવા હિરલે લાંબીકૂદમાં,ચૌધરી પ્રયાંસીએ ટ્રીપલ જમ્પમાં ભાગ લીધો હતો.

અંડર-૧૯માં છ વિધાથીનીઓ ભાગ લીધો હતો, જેમાં વસાવા શીતલે ચક્ર ફેંકમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ મેળવી સતત બીજા વષે વિજેતા રહી છે.

વસાવા સંજના બરછી ફેંકમાં, વસાવા આશા લાંબીકૂદ- ટ્રીપલ જમ્પમાં, વસાવા કૌશલ્ય બેસ્ટ ૮ માં સ્થાન મેળવ્યુ છે. ૨૦૦મી દોડમાં વસાવા પ્રિયંકા અને હેમર થ્રો માં વસાવા દક્ષા ભાગ લીધો હતો, આમ કુલ્લે ૧૨ વિધાથીનીઓ રાજ્યકક્ષાએ ભરૂચ જીલલાનું પ્રતિનિધિત્વ કયુઁ હતુ.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed