November 19, 2024

ક્યાં સુધી એલસીબી પોલીસ કતલખાને પશુઓને લઇ જતા વાહનો પકડશે? સ્થાનિક ડેડીયાપાડા અને સાગબારા પોલીસની પણ કોઈ ફરજ છે ખરી ?

Share to

એલસીબી એ આજે ફરી ડેડીયાપાડા સાગબારા હાઇવે પર 29 જેટલા પશુઓને ભરીને જતી બે ટ્રકો સાથે 5 આરોપીઓને ઝડપી લીધા


લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા આવી ટ્રકોને ટ્રક દીઠ 5 હજાર રૂપિયા લઈ પસાર કરાવે છે

જિલ્લા પોલીસ વડા આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરશે ખરા ?

સાગબારા તારીખ 27,8,24

નર્મદા એલસીબીએ ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે પર ભરૂચના વલણ થી બે ટ્રકોમાં 29 જેટલા પશુઓને મહારાષ્ટ્રના કતલખાને ભરીને લઇ જતા ઝડપી પાડી હતી.સાથે સાથે 5 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે.
એલસીબી દ્વારા મળતી માહિતી મુજબ એલસીબી ટીમને માહિતી મળી હતી તે મુજબ ડેડીયાપાડા સાગબારા હાઇવે પર રાલદા ગામ પાસેથી બે ટ્રકો શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહી છે ત્યારે એલસીબી પોલીસ ડેડીયાપાડા વિસ્તાર જ પેટ્રોલિંગ કરી રહી હતી જેથી તેનો પીછો કરી રાલદા ગામ પાસે બને ટ્રકો GJ 18 AU 9237 અને GJ 15 YY 0640 ને ઉભી રખાવી ચેકીંગ કરતા એક ટ્રક માંથી ખીચોખીચ ભરેલ 13 ભેંસો અને બીજી ટ્રકમાં 15 ભેંસો અને 1પાડો મળી કુલ 29 જેટલા મૂંગા પશુઓને મહારાષ્ટ્ર ના કતલખાને લઈ જતા બચાવી પકડી પડેલ 5 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.29 પશુઓ સહિત બે ટ્રકો મળી કુલલે 20 લાખ રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
ઝડપાયેલા પૈકી શબ્બીર ડોડીયા સાગબારા, મહંમદ મુલતાની જંખવાવ, અયાઝ મકરાણી સેલંબા , સલીમ જમાદાર વલણ, ગણપત ઠાકરે સાગબારાનો સમાવેશ થાય છે. જ્યારે ભરૂચના પારખેત ના વાહીદ પટેલ અને વલણ ના સાજીદ સિંધી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આવા કતલખાને લઇ જવાતા મૂંગા પશુઓની ટ્રકોને શુ એલસીબી પોલીસ જ પકડશે ? સાગબારા કે ડેડીયાપાડા પોલીસ ની કોઈ જ જવાબદારી નથી ? ત્યારે એક ચોક્કસ બાતમીદાર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કતલખાને જતી આવી એક ટ્રક દીઠ 5 હજાર રૂપિયા લઈને કેટલાક સ્થાનિક પોલીસ કર્મીઓ આવી ટ્રકોને ડેડીયાપાડા અને સાગબારા થઈ રાત્રી દરમિયાન પસાર કરાવે છે.ત્યારે શુ જિલ્લા પોલીસ વડા આ બાબત થી વાકેફ છે ખરા ? કે પછી જિલ્લા પોલીસ વડા ની જાણ બહાર આ ષડયંત્ર ચાલી રહ્યું છે.આ બાબતે જિલ્લા પોલીસ વડા ચાલતા ષડયંત્ર માં અન્ય બીજા કોણ કોણ સામેલ છે તેની તપાસ આદરી ગુન્હેગારોની સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે ખરા? કારણ કે આવા મૂંગા પશુઓની કતલખાને હેરાફેરી થતી હોવાના કારણે હિન્દુઓની લાગણી દુભાય રહી છે.


Share to

You may have missed