October 12, 2024

*ભારજ બ્રીજની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ*

Share to


*છોટાઉદેપુર, સોમવાર ::* ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વધુ પાણીની આવક થતા ભારજ બ્રીજના પીલરને નુકશાન થતા આ બ્રીજ પર તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખ, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ, મામલતદારશ્રી સહિતના અધિકારી-પદાધિકારીઓએ ભારજ બ્રીજની સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
*****

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to