સાગબારા તારીખ 27,8,24
સાગબારા તાલુકાના મોવી ગામની વચ્ચે થી પસાર થતી દેવા નદીમાં વરસાદના સમયે ઉપરવાસમાંથી પાણી આવી જતા ગામનું એક ફળિયું જાણે કે ગામથી વિખૂટું પડી ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના મોવી ગામે દેવા નદી વહે છે જે મોવી ગામની વચ્ચે થી પસાર થાય છે જેના કારણે મોવી ગામ બે ભાગમાં વહેંચાય છે. ત્યારે આજે છેલ્લા ચાર દિવસ થી સાગબારા તાલુકામાં પડી રહેલા અવિરત વરસાદને કારણે મોવી ગામની આ દેવા નદીમાં પાણીના વહેણ વધી જતાં એક ફળિયું ગામ થી અલગ પડી ગયું છે અને જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ વગર જ દિવસો પસાર કરવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામજનોની માંગ છે કે તંત્ર વહેલી તકે આ ગામની સમસ્યા દૂર કરે અને લોકોને દારુણ પરિસ્થિતિ માં જીવતા બચાવે.એક તરફ મોવી અને મકરાણ ગામ વચ્ચે તૂટેલા પુલને કારણે સમસ્યાઓ ઉભી થઇ છે ત્યારે બીજી તરફ મોવી ગામ વચ્ચે થી પસાર થતી દેવા નદીમાં પણ વરસાદના કારણે નદીમાં પાણીના વહેણ વધતા ગામનું જ એક ફળિયું સંપર્ક વિહોણું બનતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા અહીં ઊંચો પુલ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.