October 12, 2024

*સુખી ડેમ હાઈ એલર્ટ પર* ***** *કુલ સંગ્રહ ક્ષમતાના ૮૬.૫૧ ટકા ડેમ ભરાયો* *****

Share to

*આજે બપોરના ૦૧-૦૦ કલાકે ૧૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું*

*નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા અનુરોધ** ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે છોટાઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૮૬.૫૧ ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે. જેને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટી બેજ, ખાંડીયા અમાદર, હુડ, ડુંડ-વદેસીયા, મોટી રાસલી, સિથોલ, ડુંગરવાંટ, કોલીયારી, લોઢણ, ગંભીરપુરા, ઘુંટણવડ, પાલીયા, સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
*****
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to