શ્રી સંદીપસિંધ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ શ્રી પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શનથી જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે સારું પ્રોહી/જુગાર ની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને જરૂરી સુચનાઓ આપેલ. જે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન છોટાઉદેપુર તથા એસ.આર.ગામીત સર્કલ ઇન્સપેકટરશ્રી બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગદર્શનથી.
જે.વી. પગી પોલીસ સબ ઇન્સપેકટર બોડેલી નાઓના અંગત બાતમીદાર થકી મળેલ બાતમી આધારે બોડેલી પો.સ્ટે. વિસ્તારના મોરખલા આ.પો. વિસ્તારના ઝંડ ગામમાં રથજીભાઈ છોટુભાઈ રાઠવા નાઓના મકાનની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમતા ૨૬ આરોપીઓને પકડી પાડી કુલ દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૭,૦૦૦/- તથા અંગ-ઝડતીના રોકડા રૂપિયા ૩૦,૫૦૦/- તથા મોબાઇલ નંગ-૧૩ કી.રૂ.૭૦,૦૦૦/- મળી કૂલ મુદ્દામાલની કિં.રૂ.૧,૨૭,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કુલ ૨૬ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી