પાવીજેતપુર તાલુકાના નાના ધરોલીયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાડી વિતરણના કાર્યક્રમમાં ૬૦ જેટલી વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મુબારકભાઈ ખત્રી, સુધીરભાઈ દેસાઈ, નરેશભાઈ કોલચા, નરપતભાઈ,રશિકાંત મહારાજ, કિશોરભાઈ , ઈશ્વર ભાઈ , રણજીતભાઈ સહિતના અગ્રણીઓના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા ના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર આવી લોકોપયોગી પ્રવુત્તિ કરવામાં આવતી હોય છે. આવી સેવાભાવી પ્રવૃત્તિઓમાં ગરીબોને કપડાંનું વિતરણ, વૃક્ષારોપણ, ખેડૂત તાલીમ જેવી વિવિધ પ્રવુત્તિ કરવામાં આવે છે. તેમજ સમયાંતરે જરૂરિયાતમદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં શિયાળાની ઠંડીમાં ગરીબ બાળકો તેમજ વૃધ્ધોને સ્વેટર ધાબડા સહિત ગરમ વસ્ત્રોનુ વિતરણ પણ કરવામાં આવતું હોય છે. સંસ્થાની સેવાકીય સરાહનીય કામગીરી પ્રસંશાને પાત્ર બની છે અને સમાજઉપયોગી સેવાઓને પગલે સ્થાનિક લોકો દ્વારા સંસ્થાને અભિનંદન આપવામાં આવે છે. ઉપરાંત આ પંથકના લોકો પણ સંસ્થાની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,