આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે શેકતા રહે છે. આજે પણ તેમણે એક પત્રકાર પરિષદ યોજીને આ જ કામ કર્યું છે. અનામતના મુદ્દે યોજેલી આ પત્રકાર પરિષદમાં તેમણે ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતા મારૂં નામ જોડીને કહ્યું કે, મનસુખ વસાવા આ બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમને આદિવાસી સમાજ વિરોધી ગણીશું.આ બાબતે મારે ચૈતર વસાવાને જવાબ આપવો છે કે મારા માટે નિવેદનો આપવાની તમારે જરૂર નથી. આદિવાસીઓના હક્કો અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે. આદિજાતીના ખોટાં પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમો અને રજૂઆતો મારી જ રહી છે. આજે ચૈતર વસાવા મારા માટે જે નિવેદનો આપે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તેમના આ પ્રકારના નિવેદનો માત્રને માત્ર રાજકીય સ્ટંટબાજી છે અને એક પ્રકારનું નાટક છે.આ પહેલાં પણ ચૈતર વસાવાએ કેવડીયાના એક કાર્યક્રમ માટે પણ મને પૂછ્યા વગર મારા નામની જાહેરાત કરી દીધી હતી કે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહેવાના છે. જો ચૈતર વસાવાને ખરેખર અમારા સમર્થનની જરૂર હોય તો અમારી સાથે પરામર્શ કરવી જોઈએ. સમાજના બધાં આગેવાનો સાથે મીટિંગ કરવી જોઈએ. ડૉ. બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓના ઉદ્ધાર માટે જે બંધારણ બનાવ્યું છે તેનો ભાજપ સરકાર પૂર્ણ રીતે અમલ કરે જ છે અને અમારા આદરણીય નેતાઓ પણ કરે છે. જેના માટે કટીબદ્ધ પણ છે ચૈતર વસાવા આવાં પ્રકારના નિવેદનો આપીને દરેક મુદ્દાને રાજકીય રંગ આપવાનો અને સમાજમાં મને નીચો પાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમાજના લોકોને ખબર જ છે કે તેમના માટે કોણ કામ કરી રહ્યું છે.સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજના હક્ક અને અધિકાર માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા હું તૈયાર છું. સમાજના સર્વ આગેવાનોનોને મારી નમ્ર અપીલ છે કે આવા જૂઠ્ઠાં લોકોની વાતોમાં આવશો નહીં.- મનસુખભાઇ વસાવા
સાંસદ, ભરૂચ.
Khabar Ek dum Sachi
More Stories
બોડેલી ઢોકલીયા પબ્લિક ચેરીટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ
નેત્રંગના અસનાવી ગામમાંથી ડીઝલ ચોરી કરનાર શખ્સ ઝડપાયો.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર દ્રારા આપેલ ૧૦૦ કલાક ડ્રાઇવ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી પ્રોહી બુટલેગર વિગેરે ગુન્હેગારોની ગે.કા.પ્રવતી અંગે આજરોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જનાગઢ ‘બી- ડીવીઝન પોલીસ