DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

*શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સહયોગથી માતૃ વંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્ર વલ્લભ મહિલા આર્ટસ કોલેજ બિદડા ની  દીકરીઓ માટે રક્ષાબંધન અને વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.*

Share to

*લોકેશન. કચ્છ.*

*મહિલા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ના સલાહ થી સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી એ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.*

*

સૌપ્રથમ બીએસએફ18 કોટેશ્વર ખાતે બીએસએફના જવાનો ને કોલેજની દીકરીઓએ રક્ષાબંધન કર્યું હતું.*

*આ પ્રસંગે બીએસએફ 18 ના c.o. શ્રી સંજીવ કુમારજી વતી હેડ કમાન્ડર શ્રી એમ કે પત‌કિસો સાહેબે દીકરીઓને શુભેચ્છા પાઠવી અને સમિતિનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. બીએસએફના જવાનોએ અલગ અલગ હથિયારોની માહિતી પૂરી પાડતા પ્રદર્શનનું આયોજન કર્યું હતું.*

*ત્યારબાદ કોટેશ્વર મહાદેવ ની પૂજા અને અર્ચના પરમ પૂજ્ય મહંત શ્રી દિનેશ ગીરી મહારાજ ના આશીર્વચન થી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી નારાયણ સરોવર તીર્થધામ ખાતે દેવ દર્શન કરેલ અને ભોજન પ્રસાદ લીધેલ ભોજન પ્રસાદ ના દાતા શ્રીમતી જ્યોતિબેન જેઠાભાઈ શાહ કૂકરેજા પેલેસ ઘાટકોપર હસ્તે શ્રી સી પી મોતા રહ્યા હતા. રસ્તામાં પ્રવાસ દરમિયાન દીકરીઓ માટે અલ્પાહારના દાતા શ્રી કિશોરભાઈ સુંદરજી ભેડા ગોધરા (મુંબઈ) રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીઓની વ્યવસ્થા નિશિતએજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ મુંબઈ દ્વારા કરવામાં આવેલ હતી.*

*ત્યારબાદ મરીન કમાન્ડો ફોર્સ નલિયા ખાતે જવાનોનું રક્ષા બંધન એ વૃક્ષારોપણ કરવામાં આવ્યું મહિલા કોલેજની દીકરીઓએ બધા જવાનોને રાખડી બાંધી સુરક્ષાની શુભેચ્છા પાઠવી હતી.*

*મરીન કમાન્ડો ફોર્સ તરફથી બધા માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.*

*કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના શ્રી અરવિંદભાઈ જોશી આ પ્રસંગે શ્રી આર એમ ચૌધરી સાહેબ ને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી. ભારત વિકાસ પરિષદ માંડવીના શ્રી કૈલાશભાઈ ઓઝાએ શુભેચ્છા પાઠવી હતી. મરીન કમાન્ડો ફોર્સ વતી એ.કે.રાજસરા સાહેબે તમામનો આભાર માન્યો હતો તેમજ મહિલા કોલેજના પ્રિન્સિપાલે ધન્યવાદ આપ્યા હતા.*

*સમગ્ર કાર્યક્રમના આયોજન માટે શ્રી ચંદ્રકાંતભાઈ મોટા એ યોગદાન આપેલ છે. આ પ્રસંગે ગાયત્રી પરિવાર નલીયાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.*


Share to

You may have missed