જુનાગઢ તાલુકા વિસ્તારના મજેવડી ગામની સીમ વિસ્તારમાથી જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડ રૂ.૭૭,૪૭૦/- તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ.૧,૮૩,૪૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે જે પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના એ.એસ.આઇ નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ વનરાજસિંહ ચુડાસમા તથા જીતેષ મારૂ તથા પો કોન્સ દિવ્યેશભાઇ ડાભી તથા ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઇ બોરીયાને સંયુકતમાં અગાઉથી ચોકકસ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મજેવડી ગામની સીમ વિસ્તાર પર પત્રાપસર રોડ ઉપર આવેલ વાડીની બહારના ભાગે લાઇટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા હોય તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે આજરોજ અંગત બાતમીદારો મારફતે ખરાઇ ખાત્રી કરાવતા સદરહું જગ્યાએ જુગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પોલીસ સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા-૭ ઇસમોને રોકડા રૂ.૭૭,૪૭૦/- તથા મો.ફોન-૫ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા મોટર સાયકલ-૫ કુલ રૂ. ૯૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૮૩,૪૭૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તમામ છસમો વિરૂધ્ધ જુનાગઢ તાલુકા પો.સ્ટે. માં જુગાર ધારા મુજબનો ગુન્હો તા. ૧૮/૦૮/૨૦૨૪ ના રોજ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
> જુગાર રમતા મળી આવેલ આરોપીઓઃ(૧) નરસીંહભાઈ મથુરભાઈ ઢોલરીયા, મજેવડી ગામ, તા.જી. જુનાગઢ(૨) વસંતભાઈ મોહનભાઈ ગજેરા, જેતપુર તા.જેતપુર જી. રાજકોટ ગ્રામ્ય(૩) સવજીભાઇ લાલજીભાઈ પાનસુરીયા, મજેવડી ગામ, તા.જી. જુનાગઢ(૪) વિજયભાઇ મોહનભાઇ વાગડીયા, મજેવડી ગામ, તા.જી. જૂનાગઢ(૫) ઉમેશભાઈ મનસુખભાઇ રાઠોડ, . મજેવડી ગામ, તા.જી.જુનાગઢ( ( ૬) મનસુખભાઇ લાખાભાઈ મેરવડા, . માખીયાળા ગામ, તા.જી. જૂનાગઢ ૭) કેયુરભાઇ બટુકભાઇ રામાણી, , મજેવડી ગામ, તા.જી. જૂનાગઢ
– કબ્જે કરવામાં મુદામાલઃ-રોકડા રૂ.૭૭.૪૭૦/-મો. ફોન-૫ કિ.રૂ.૧૬,000/-મોટર સાયકલ-૫ કુલ રૂ. ૯૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૮૩,૪૭૦/-
આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઇ નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા જીતેષ મારૂ તથા પો.કોન્સ દિવ્યેશભાઇ ડાભી તથા ડ્રા. પો.કોન્સ વરજાંગભાઇ બોરીયા એ રીતેના કાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,