છોટાઉદેપુર લોક સભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુ ભાઈ રાઠવા જંગી લીડથી વિજેતા થયા છે.
લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ લોકોનો જશુ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો છે.
ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડથી વિજય થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી
ભાજપના તમામ હોદેદારોનો જશુ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો,
છોટાઉ દેપુર લોકસભા બેઠક પર કમળ ખીલવીને નરેન્દ્ર મોદીને અપર્ણ કર્યું
ગુજરાત સહિત દેશભરમાં આજે મતગણતરી
લોકસભાની બેઠકની હોય જેને લઈને છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ ખાતે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ તરફથી સુખરામભાઈ રાઠવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી જશુભાઈ રાઠવા સામે સીધી ટક્કર જોવા મળી હતી સવારે 8:00 વાગે મતગણતરી શરૂ કરવામાં આવી હતી છોટાઉદેપુર લોકસભામાં સંખેડા છોટાઉદેપુર કવાટ હાલોલ ડભોઇ પાદરા નાદોદ કુલ સાત વિધાનસભા ની બેઠકો ની મતગણતરી છોટાઉદેપુર પોલી ટેકનીક ખાતે કરવામાં આવી હતી પહેલા રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા ની લીડ જોવા મળી હતી જોતા જોતા 27 રાઉન્ડ પૂરા થતા જશુભાઈ રાઠવા ચાર લાખ કરતા વધુ જેટલા મતથી વિજય થયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જિલ્લા એસપી સહિત પોલીસ સ્ટાફ અને ચૂંટણી કર્મચારીની ખૂબ સારી કામગીરી જોવા મળી હતી
છોટાઉદેપુર 21 લોકસભા ની બેઠકમાં જશુભાઈ રાઠવા નો વિજય થતા તેઓએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,