November 4, 2024

જુનાગઢ ખૂનના ગુનામાં જેલમાંથી પેરોલ મેળવેલ આરોપી પરત જેલ ખાતે હાજર નથતાં છેલ્લા સાતમાથી નાસ્તા ફરતા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યો

Share to



છેલ્લા ૭ માસથી એ ડીવી પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હાના કામના કાચા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, જૂનાગઢ
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહારના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ તથા પેરોલ ફર્લો/જેલ ફરારી આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામાં આવેલ હોય. જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ શ્રી જે.જે. પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ વાય.પી.હડિયા સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ્ટાફના માણસો હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ જૂનાગઢની ટીમના એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ જિલ્લાના એ ડીવીઝન પોલીસ સ્ટેશન માં  આઇ.પી.સી. કલમ-તથા જી પી એક્ટ કલમ  મુજબના ગુન્હાના કાચા આરોપી અસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ રહે જુનાગઢ તાલુકા પો.સ્ટે પાછળ તાર બંગલા પાણીના ટાકા પાસે વાળો નામ. ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ક્રિમીનલ મીસ્ક એપલીકેશન (ફોર ટેમ્પરરી બેઇલ) નં.૧૭૮૦૬/૨૦૨૩ તા.૨૬/૧૧/૨૦૨૩ ના હુકમ અન્વયે દિન-૦૭ ની મુદત માટે વચગાળાના જામીન મંજુર થતા તા.૦૨/૧૧/૨૦૨૩ ના રોજ વચગાળાના જામીન પર મુકત કરવામાં આવેલ. જે આરોપી રજા પૂરી થતા પરત જેલ ખાતે હાજર ન થઇ ફરાર થયેલ હોય. જે આરોપી છેલ્લા ૭ માસથી જેલ ફરારી હોય અને હાલ રાજકોટ વૃંદાવન સો.સા.નાના મહુવા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના મકાન ખાતે હોવાની હકિકત આધારે તાત્કાલીક પરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરી આરોપીને ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએથી શોધી કાઢી હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પરત ધકેલવામાં આવેલ

કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ, પેરોલ ફલો સ્કોડના પો.સ.ઈ.શ્રી વાય.પી.હડીયા તથા એ.એસ.આઈ. ઉમેશભાઇ વેગડા, પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા દિપકભાઇ બડવા તથા દિવ્યેશભાઇ ડાભી તથા વુ.પો.કોન્સ. સેજલબેન આલાભાઈ પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઅસ્પાકશા ઇસ્માઇલશા રફાઇ  જુનાગઢ તાલુકા પો.સ્ટે પાછળ તાર બંગલા પાણીના ટાકા પાસે થી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed