MODI 3.0 / ગુજરાતમાંથી આ સાંસદો બનશે મંત્રી, જાણો કોને કોને મંત્રી બનવા આવ્યાં કોલ
નરેન્દ્ર મોદી શપથ સમારોહ: નરેન્દ્ર મોદી ત્રીજી
વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ તે પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનવા અંગે ફોન આવવા લાગ્યા છે. 2014માં મોદી મંત્રીમંડળમાં ગુજરાતમાંથી રાજ્યસભા સહિત કુલ 8 અને 2019માં કુલ 7 સાંસદને મંત્રી પદ અપાયું હતું. મોદીની ત્રીજી ટર્મમાં ગુજરાતમાંથી કોને મંત્રીપદ મળશે તેની ખુબ ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાતથી કોણ કોણ મંત્રી બની શકે
અત્યાર સુધીના અહેવાલો અનુસાર ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ મંત્રી બનવા કોલ આવ્યો છે. બીજું નામ મનસુખ વસાવાનું છે. તેમનું પણ ફરીવાર મંત્રી બનવું નક્કી મનાય છે. ગુજરાતમાંથી આપણા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી મંત્રી બને તેવી શક્યતા વધુ છે. જ્યારે આ વખતે રૂપાલાનું કેબિનેટમાંથી પત્તું કપાય તેવી શક્યતા છે.
જો પાટીલનો સમાવેશ કરાય તો તેમને ટેક્સટાઈલ મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. તે ઉપરાંત ગુજરાતમાંથી સાંસદોમાં ડો.જયશંકર (રાજ્યસભા), અમિત શાહ અને મનસુખ માંડવિયાનો સમાવેશ નિશ્વિત ગણાય છે.
દેવુસિંહ ચૌહાણને તક મળવાની સંભાવના ઓછી છે. પરશોત્તમ રૂપાલા વિરોધ વંટોળ વચ્ચે લોક્સભામાં ચૂંટાયા છે તેમ છતાં ક્ષત્રિયોનો વિરોધ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ફેલાયો હતો તેથી ખોટા રાજકીય સંકેત ટાળવા તેમનો કેન્દ્રીય મંત્રીમંડળમાં ફરી સમાવેશ થશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.
ગુજરાતમાં સાતમી વખત ચૂંટણી જીતેલા મનસુખ વસાવા કે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાને ફરી આદિવાસી ચહેરા તરીકે તો વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મહિલા મંત્રી તરીકે ગુજરાતમાંથી નવા ચહેરાને તક અપાઈ શકે છે.
More Stories
રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો
* નેત્રંગમાં ગમે તેમ ઠલવાતા કચરાથી સ્થાનિક રહીશોમાં આક્રોશ * કચરાના નિકાલ માટે ગ્રા.પંચાયતના સતાધીશોએ રણનીતિ બનાવી જરૂરી
જૂનાગઢ માં આગામી નવરાત્રી અને દશેરાના તહેવારને લઈને 25 જેટલા પાર્ટી પ્લોટના ગરબા આયોજકો સાથે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઈ