નેત્રંગ નગરમા તાપમાનનો પારો ૪૪ ડીગ્રીએ પહોચતાઅનેક વિસ્તારોમા ઓછી વિજ સમતા વાળા જુના ટીસી, આર્થીગ વાયરોમા પાણીનો અભાવ.જેને લઈને વિજ પ્રવાહ વધધટ થતો રહેતો હોવાથી લોકોને પોતાના વિજ ઉપકરણો ફકાઇ જવાનો ભય.ઉનાળામા જ વિજ ધાંધીયા.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ.તા.૨૨-૦૫-૨૪.

નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન નો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. ૪૪ ડીગ્રી જેટલો ગરમીનો પારો ઉચે જતા પશુ પક્ષીથી લઈ ને આમ જનતા હેરાનપરેશાન થઇ તોબાપોકારી ઉઠી છે.
લોકો સુયઁ નારાયણ ના પ્રકોપથી બચવા માટે ધરોમા જ વધુ સમય રહીને પંખા,એસી,કુલર ચાલુ કરી રાહત મેળવા માટે મથી રહ્યા છે.
તેવા સંજોગોમા નેત્રંગ નગર ના તમામ વિસ્તારોમા વિજ કંપની થકી જુના ઓછા વિજ પ્રવાહ ની ક્ષમતાવાળા ટીસીઓ ફીટ કરેલ છે. તેમા પણ ટીસીના અર્થીગ વાયરોમા પાણી નહિ મળતુ હોવાથી પાવર વધઘટ થતો રહેતો હોવાથી લોકોને ઉનાળામા પુરતો વિજ પુરવઠો નિયમિત મળતો ન હોવાથી તેમજ પાવર વધઘટ ની હાલમા રોજની સમસ્યા ઉભી થઇ હોવાથી લોકોને પોતાના વીજ ઉપકરણો ફકાઇ જવાનો ભય સતાવી રહ્યો છે. તેવા સંજોગોમા નગરજનો થકી વિજ કંપનીના જવાબદાર અધિકારીઓ ને સમસ્યા ના નિરાકરણ માટે વારંવાર રજુઆતો કરવા છતા પાણી. નુ નામ ભુ સાબીત થઈ રહ્યુ હોવાના કારણે નગરજનો જન આંદોલન નો માર્ગ અપનાવશે જેની તમામ જવાબદારી નગરમા ફરજ બજાવતા કાયમી વિજ કંપનીના કમઁચારીની તેમજ વિજ કંપનીના મુખ્ય જવાબદાર અધિકારીની રહેશે નુ નગરના વિજ કનેકશન ધારકોમા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed