નેત્રંગ – ઝંખવાવ રોડ પર કેલ્વીકુવાના પાટીયા પાસે આવેલ રાઇસમીલ પાસે.

Share to


ફોરવ્હીલ-બાઇક સામસામે ભટકાતા
બાઇક ચાલક નેત્રંગ ના યુવાન નુ મોત.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪.

નેત્રંગ-ઝંખવાવ રોડ પર કેલ્વીકુવા ગામના પાટીયા પાસે આવેલ રાઇસ મીલ પાસે એક ફોરવ્હીલ અને બાઇક ચાલક સામસામે ટકરાતા બાઇક ચાલક યુવાને ગંભીર ઇજાઓ થતા અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ મા સારવાર માટે લઇ જતા રસ્તામાં જ તેનુ મોત થતા નગરમા ધેરાશોક ની લાગણી ફરીવળી છે.
નેત્રંગ નગર ના કોસ્યાકોલા વિસ્તારમાં રહેતા અને ચાર રસ્તા ખાતે શાકભાજીની દુકાન ચલાવતા વિનોદભાઈ દેવલભાઈ વસાવાનો પુત્ર પ્રિયાંશુ ઉ.વ.૧૯ કે જે પોતાના કાકાનુ મોટરસાયકલ નંબર જીજે ૧૬ ડીએલ ૭૬૦૪ લઈ ને કોઇક કામ અઁથે નેત્રંગ-ઝંખવાવ રોડ પર ગયો હશે. જ્યાંથી રાત્રીના અગિયાર થી બારના સમયગાળા દરમિયાન આવી રહ્યો હતો.જે સમય દરમિયાન નેત્રંગ તરફથી એક ઇકકોનો ચાલક કે જેનો
જીજે ૩૪ એન ૦૨૨૫૦ માંડવી તરફ જઈ રહ્યો ત્યારે કેલ્વીકુવા ગામના પાટીયા પાસે આવેલ રાઇસમીલ પાસે બન્ને ચાલકો સામસામે ભટકાતા બાઇક ચાલક પ્રિયાંશુ બાઇક ઉપર થી ફેકાઇ જતા તેને માથાના પાછળના ભાગે  દાઢીના ભાગે, જમણા પગમાં તથા શરીરે નાની મોટી ઇજાઓ થતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફત નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવ્યો હતો. જયા પ્રાથમિક સારવાર મળ્યા બાદ વધુ સારવાર અઁથે અંકલેશ્વર ખાતે લઇ જઇ રહ્યા હતા તે સમય દરમિયાન મોરીયાણા ગામના પાટીયા પાસે તેનુ મોત નિપજયુ હતુ.
બનાવને લઇ ને નેત્રંગ નગર ના કોસ્યાકોલા વિસ્તાર સહિત સમસ્ત વસાવા સમાજ મા ધેરાશોક ની  લાગણી ફરીવળી હતી.
બનાવને લઇ ને વધુ તપાસ નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ ચલાવી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to