નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરાતી ચાર ટ્રક ઝડપીપાડી.

Share to



નેત્રંગ. તા.૨૨-૦૫-૨૪.

નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતી વહન કરતી ચાર જેટલી ટ્રકો ઝડપી પાડતા રોયલ્ટી ચોરી કરતા ભુ માફિયાઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

નેત્રંગ પંથકમા છેલ્લા કેટલાક વખતથી બેફામ પણે વહીવટી તંત્ર કી એસીકીતેસી વાળી નીતી તેમજ રાજકીય આકાઓના આશીર્વાદ થી બેફામ પણે રોયલ્ટી ની ચોરી કરી ખનિજ વહન થઈ રહ્યુ છે. 

જેમા પણ સફેદ રેતીનો કારો કારોબાર સોળે કળાએ જાણે ખીલી ઉઠ્યો છે. ત્યારે વહીવટી તંત્ર સજાગ બનતા નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી તેમજ તેમની ટીમ થકી ચેકિંગ હાથ ધરવામા આવતા ચાર જેટલી ટ્રકો રેતીની રોયલ્ટી ભર્યા વગરની ઝડપી પાડી છે. (૧) GJ 06 AT 2069 માલિક કિરણભાઈ કનૈયાભાઈ વસાવા.(૨) GJ 19 U 4110 માલિક નમઁદાબેન જીજ્ઞેશભાઈ ચૌધરી.(૩) GJ 16 AU 5609 માલિક કૌશિકભાઈ સુંદરભાઈ રજવાડી (૪) GJ 09 Z 9831 માલિક વિદુરભાઈ વસાવા.
ઉપરોક્ત ટ્રકો ની અટક કરી મામલતદાર કચેરી કમ્પાઉન્ડમા મુકી આગળની દંડનીય કાર્યવાહી માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ભરૂચ તેમજ પ્રાંત અધિકારી ઝધડીયાને પત્ર લખી જાણ કરેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed