October 4, 2024

પંડીત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ

Share to



* ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તાર મતગણતરીના કુલ ૪૩૯ કર્મચારીઓ અને અધિકારીઓએ જિલ્લાકક્ષાએ તાલીમ મેળવી*

     ભરૂચ – બુધવાર – પંડીત ઓમકારનાથ હોલ હોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણી સબંધિત મતગણતરી દીનની કામગીરી માટે નિયુક્ત થયેલ ૨૨- ભરૂચ સંસદીય મત વિસ્તારના મતગણતરી સ્ટાફ, માઇક્રો ઓબ્ઝર્વર, સુપરવાઈઝર અને આસિસ્ટન અને રિઝર્વ સ્ટાફ સહિત ૩૨૨ કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ પોસ્ટલ બેલેટના ૧૧૭ અધિકારીઓ મળી કુલ ૪૩૯ ની તાલીમ યોજાઈ હતી.

         આ પ્રસંગે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાએ માઇક્રો ઓબ્ઝર્વર મતગણતરી સ્ટાફ, સુપરવાઈઝર અને આસિસ્ટન અધિકારીઓ તરીકે કામગીરી કરનારા અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,  મતગણતરી સ્ટાફ માટે મતગણતરીના દિવસની કામગીરી મહત્વપુર્ણ બની રહે છે. સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખી તમામે પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે પૂર્ણ કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપીને કર્મચારીઓ અને અધિકારીશ્રીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.    

        આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા મતગણતરી સ્ટાફ, સુપરવાઈઝર અને આસિસ્ટન,
માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીઓને મતગણતરીના દિનની શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની માહિ‌તી આપી ઈવીએમ હેન્ડ ઓન અંગેની જિલ્લાકક્ષાએ તાલીમ આપવામાં આવી હતી.
       
          વધુમાં, ટ્રેનર સુ.શ્રી.નૈતિકા પટેલ દ્નારા પોસ્ટલ બેલેટ માટે ૧૧૭ જેટલા અધિકારીઓને પણ તાલીમ આપવામાં આવી હતી. અને મૂંઝવતા પ્રશ્રોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

   
   આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાંધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. સૂપ્રિયા ગાંગૂલી, તમામ વિધાનસભાના મતવિસ્તારના એ.આર.ઓ.આસિસ્ટન એ.આર.ઓ સહિત મતગણતરી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed