હિટવેવથી લોકો બચવા માટે લેવામાં આવતા પગલા તથા તૈયારી અને આવા સમયે શું કરવું અને શું ન કરવું તે બાબતની માહિતી

Share to


****


ભરૂચઃસોમવારઃ-હિટવેવ-૨૦૨૪માં હાલ ગરમીનું પ્રમાણ વધેલ હોય તે જે અંગે જાહેર જનતાને આવી સ્થિતિમાં હિટવેવથી લોકો બચવા માટે લેવામાં આવતા પગલા તથા તૈયારી અને આવા સમયે શું કરવું અને શું ન કરવું તે બાબતની માહિતી ડીઝાસ્ટર શાખા, ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
Dos and Don’ts– હીટ વેવ માટે શું કરવું અને શું ન કરવુંઃ-
Dos:-
સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો
પૂરતું પાણી પીવું તથા ORS, ધરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ (કાચી કેરી),લીંબુ પાણી,છાશ વગેરેનો ઉપયોગ કરવો જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.
હળવા,હળવા રંગના ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડા પહેરવા
બને તેટલું ધરતી અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે રક્ષણાત્મક ગોગલ્સ,શૂઝ અથવા ચ૫પ્લનો ઉપયોગ કરવો, તમારા માથાને ઢાંકવા માટે કાપડ,ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો.
ધરને ઠંડુ રાખો,પડદા,શટર અથવા સનશેડનો ઉપયોગ કરોઅને રાત્રે બારીઓ ખોલવી.
હીટ સ્ટ્રોક, હીટ રેશઅથવા હીટ કેમ્પ જેવા કે નબળાઇ, ચકકર આવવાના સંકેતોને ઓળખો.
માથાનો દુખાવો,ઉબકા,પરસેવોઅને હુમલા, જો તમે બેભાન અથવા બીમાર અનુભવો છો તો તરત જ ડોકટરને મળો.
પ્રાણીઓને છાંયડામાં રાખવો અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપો.
સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો પર વધારે ધ્યાન આપવું.

Don’ts
તડકામાં બહાર જવાનું ટાળો,ખાસ કરીને બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ વાગ્યાને વચ્ચે
ઘાટા,ભારે અથવા ચુસ્ત કપડા પહેરાવાનું ટાળો, જયારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે સખત પ્રવૃતિઓ ટાળો.
બપોરે ૧૨ થી ૩ વાગ્યાની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો.
ખુલ્લા પગે બહાર ન જાવ.
પીક અવર્સ દરમિયાન રસોઇ કરવાનું ટાળો. રસોઇ વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખોલો.
બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં, કારણ કે તેઓ હીટ વેવથી પ્રભાવિત થઇ શકે છે.
આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રિંકસ ટાળો, જે શરીરને ડીહાઇડ્રેટ કરે છે.
ઉચ્ચ પ્રોટીન ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.


Share to