ઈકરામ મલેક, દ્વારા (રાજપીપળા)
રાજપીપળાની સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડા અવાર નવાર છાપે ચડતી રહે છે, ત્યારે બેંક ઓફ બરોડા ના ગેર વહીવટ નો ફરી એક કિસ્સો ઉજાગર થયો છે.
ખાતેદાર જતીન ભાઈ સાપરિયા દ્વારા વર્ષ 2011 મા રૂ.60,573/- ફિક્ષ ડિપોઝીટ તરીકે મુક્યા હતા, અને રીન્યુ કરતા રહયા હતા, હવે વર્ષ 2024 મા પાકતી મુદતે તેમણે બેંક પાસે રકમ માંગતા બેંક દ્વારા ટેક્નિકલ કારણો આગળ ધરી તેમના નીકળતા રૂપિયા દોઢ લાખ જેટલી રકમ આપવામા ઠાગા થૈયા કરી ધક્કા ખવડાવતા ખાતેદાર જતીન ભાઈ સાપરિયા દ્વારા રિજનલ મેનેજર ને ફરિયાદ કરી હતી.
જો મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવામાં ગ્રાહક ના ખાતા મા એક પૈસો પણ ઘટે તો બેંક ધાડ દઈ ને ગ્રાહક પર પેનલ્ટી ઠોકી બેસાડે છે, પણ પોતે ગ્રાહક ને સમયસર પૈસા આપવામાં નિસફળ જાય તો બેંકે પણ ગ્રાહકને કેમ વળતર ના ચૂકવે?? એવો સવાલ ગ્રાહકો ઉઠાવી રહ્યા છે.
