જુનાગઢ પોલીસની મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ અલગ અલગ ગુન્હામાં 156 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટિબધ્ધ

Share toજૂનાગઢ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમિયાન ૧૫૬ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી

કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં અને “નો ડ્રગ્ઝ” ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ ઇસમો/ અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તીઓ મહદઅંશે થતી હોવાથી તેમજ ગુનેગારોની ગુનો કરવાની મોડેસ ઓપેરન્ડીમાં ગુનાઓનું ષડયંત્ર આવી જગ્યાઓ રચાયેલાનું જણાઈ આવતા પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું ‘મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવની કામગીરી  કરાવવામાં આવી હતી.

જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો વિરૂધ્ધ કડકાઇ અને મક્કમાતાથી કાર્યવાહી કરનાર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.

જે અન્વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને એવી જગ્યાઓ કે જયાં શંકાસ્પદ ઇસમો/ અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય અને આવી જગ્યાઓ ઉપર જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં
કરેલ કાર્યવાહી નંબર પ્લેટ વગરના તથા આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધકેસો ૩૦કાળા કાચવાળા વાહનો વિરૂધ્ધ (રશીદની સંખ્યા તથા સમાધાન શુલ્કની રકમ)
કેસો ૨૪ પીધેલા/ડ્રગ્ઝ લીધેલ ઇસમો વિરૂધ્ધ કેસો કેસો ૨૫એમ.વી.એક્ટ ૧૮૫ મુજબ (નશો કરી વાહન ચલાવનારકેસો ૪વિરૂધ્ધના કેસો) હથિયાર સાથે G.P.Act-135 ( છરી-ચપ્પાવિગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગના કેસો)
કેસો ૪I.P.C.- 279, 283 MVA૨૦૭ મુજબ (ટ્રાફીકને અવરોધ કરતા તેમજ પુર ઝડપે વાહન હાંકનાર વિરૂધ્ધના કેસો)
કેસો ૨૨ તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કરેલ કેસો કેસો ૧૭ અટકાયતી પગલા ૧૦૭, ૧૦૯, ૧૧૦, પ્રોહિ. ૯૩, પકડ વોરંટ વિગેરે
કેસો ૨૬કેસો ૪અન્ય સરકાર તરફે ગુનાઓ ઓસ્પ્લોઝીવ, હથિયારધારા, એન.ડી.પી.એસ., પ્રોહિબિશન વિગેરે “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવદરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કુલ ૧૫૬ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય માણસોને પરેશાની ન થાય તેની તકેદારીઅને પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીનો વ્યવસાય કરનાર સારા લોકોને ગેરવ્યાજબીકનડગત ન થાય તથા નિર્દોષ યુવક-યુવતીઓ વિરૂધ્ધ ગેર વ્યાજબી કાર્યવાહી ન થાય તે અંગેવિશેષ ધ્યાન આપવામાં આવેલ છે. માત્ર શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારો તથા કાયદાનું ઉલ્લંધન કરનાર વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to