જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર સોયબ જીસબભાઇ ઠેબા જૂનાગઢના વતની હોય, સોયબભાઇ મજેવડી ગેટથી ઇકો ગાડીમાં બેસી બહારગામ જતા હોય તે દરમ્યાન તેમનો રૂ. ૧૬,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો Y21 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* સોયબભાઇએ તે મોબાઇલ ફોન શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તેઓ જે ઇકો ગાડીમાં બેસેલ તે ઇકો ગાડીમાં પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહી તથા સોયબભાઇનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. ચેતનભાઇ સોલંકી, હિનાબેન વેગડા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સોયબભાઇ જે સ્થળેથી ઇકો ગાડીમાં બેસેલ તે સ્થળના CCTV ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા સોયબભાઇનો રૂ. ૧૬,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો Y21 મોબાઇલ ફોન ઇકો ગાડીમાં બેસતા સમયે તેમના ખિસ્સામાંથી પડી ગયેલ હોય તેવું જાણવા મળેલ. ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ ધ્યાને આવેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો આગળનો રૂટ ચેક કરતા તે અજાણ્યા વ્યકિતની બાઇકનો રજી. નં. GJ-03-FC-1546 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે બાઇક ચાલકનો સંપર્ક કરી પોલીસની ભાષામાં પૂછપરછ કરતા તે મોબાઇલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ પોલીસ દ્વારા તે બાઇક ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સોયબભાઇનો રૂ. ૧૬,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો Y21 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સોયબભાઇ ઠેબાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા જતીનભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સોયબભાઇ જીસબભાઇ ઠેબાનો રૂ. ૧૬,૫૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો Y21 મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
માનનીય કલેકટરશ્રી કચ્છના આદેશ મુજબ ભાચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્કવોર્ડ) મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા
ઝઘડિયા તાલુકાના મુલદ અને બોરીદ્રા વચ્ચે કાર ચાલકને લૂંટ ચલાવી માર મારતા ચકચાર
“સેવાસેતુ” કાર્યક્રમ. આથી ગ્રામ જનો ને જણાવવાનું કે વાલીયા તાલુકામાં તા.૦૪/૧૦/૨૦૨૪ના રોજ મોજે દોલતપુર પ્રાથમિક શાળામાં “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.