ગુજરાત, સૌરાષ્ટ્રના આશરે ૬૦ જેટલા પ્રોહીબીશન ધારા હેઠળના ગુન્હાનો
નામચીન લીસ્ટેડ બુટલેગર ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી તેનો ઉપયોગ કરી વિદેશ ભાગી જાય તે પહેલા જ ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ
-જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ
અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી તથા દારૂ તથા જુગાર જેવા ગુન્હા બનતા અટકે તે અર્થે આ પ્રકારના ગુન્હા કરવાની ટેવ વાળા ઇસમોની પ્રવૃતી પર સતત વોચ રાખી તેઓની ગેરકાયદેસર પ્રવૃતીને કેવી રીતે અટકાવી શકાય તે અર્થે અવાર-નવાર સલાહ/સુચનો આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને જુનાગઢ-વિભાગ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ ‘એ’ ડિવી.પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.સાવજ સાહેબ તથા ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ. શ્રી ઓ.આઇ. ।છે. સાદી સાહેબ તથા પો.સ્ટાફે અંગત બાતમી રાહે હકીકત મેળવેલ કે જુનાગઢનો લીસ્ટેડ બુટલેગર ધીરેનભાઇ અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, જુનાગઢ વાળાએ એક ડુપ્લીકેટ પાસપોર્ટ બાનાવેલ છે અને સુંદર ડુપ્લીકેટ પાસપોર્ટ હાલ તેના મિત્ર અમીત ઉર્ફે ચેમ્પીયન ધીરૂભાઈ રાઠોડ રહે.ગણેશ નગર, જુનાગઢ વાળાના ઘરે સતાડીને રાખેલ છે અને હાલ તે જેલમાં છે અને જેલમાંથી છુટી આ પાસપોર્ટનો ઉપયોગ કરી વિદેશ ભાગી જવાની ફીરાકમાં છે તે રીતે હકીકત મળતા સદર હકીકત આધારે હકીકત વાળા સ્થળે ઝડતી તપાસ કરતા હકીકત મુજબના પાસપોર્ટની ઝેરોક્ષ નકલો મળતા સદર બાબતે સ્ટે.ડા. એન્ટ્રી નંબર ૧૫/૨૦૨૪ કલાક ૧૯/૧૫ થી નોંધ કરી ગુજરાત રિઝયોનલ પાસપોર્ટ ઓથોરીટીનો ખાતેથી સદર હીકકત વાળા પાસપોર્ટના અસલ કાગળો મેળવી અભ્યાસ કરતા સુંદર પાસપોર્ટ ડુપ્લીકેટ હોવા અંગે ખરાઇ ખાત્રી થતા સુંદર બબતે જુનાગઢ એ. ડીવી.પો.સ્ટે.માં આઇ.પી.સી. તથા પાસપોર્ટ અધિનીયમ- ની કલમ મુજબનો ગુન્હો રજી. કરી આ કામાના આરોપી ધીરેન અમૃતલાલ કારીયા .જુનાગઢ, રાયજીબાગ, નોબલ ક્રાઉન એપાર્ટમેન્ટ વાળા કે જે હાલ આશરે વિશેક જેટલા પ્રોહીબીશન ધારા હેઠળના અલગ-અલગ ગુન્હામાં જેલમાં હોય જેથી નામ. કોર્ટ ખાતેથી મજકુર ઇમસનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી વધુ તપાસ પો.સ.ઇ.ઓ.આઇ.સીદી સાહેબે સંભાળેલ છે.
જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી વી.જે.સાવજ યા. તથા પો.સ.ઇ. શ્રી ઓ.આઇ.સીદી સાથે- તથા એ.એસ.આઈ. સરતાજ સાપ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા જુવાન
લાખણોત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા ભરત ઓડેદરા તથા નીહલેષ રાતીયા તથા જિગ્નેશ શુકલા તથા સાજીદખાન બેલીમ પોલીસ સ્ટાફ દ્વારા -ધીરેન અમૃતલાલ કારીયા .જુનાગઢ, રાયજીબાગ, નોબલ ક્રાઉન એપાર્ટમેન્ટ
આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,