September 9, 2024

જૂનાગઢમાં ખત્રીના ડેલા માંથી ગંજીપત્તાનો તીન પત્તીનો હાર જીતનો રૂપિયાથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે પકડી પાડીયા

Share to




જુનાગઢ ચીતાખાના ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડા રૂપીયા ૨૨૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જુનાગઢ “એ”ડીવીઝન પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચના મુજબ તથા નાથબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના તથા આવી પ્રવુતીમાં અગાઉ પકડાયેલ ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળેલ હોય, જે અનુસંધાને “એ” ડીવી.પો.સ્ટે ના પો.ઇન્સ વી.જે.સાવજ સાહેબની સુચના મુજબ “એ” ડીવી.પો.સ્ટે.ના ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ.ઇન્સ ઓ.આઈ.સીદી તથા પો.સ્ટાફના માણસો જુનાગઢ “એ” ડીવી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગુના નિવારણ સ્કોડના એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.કોન્સ રામભાઇ રૂડાભાઇ તથા સાજીદખાન યુસુફખાન નાઓને સંયુક્તમાં બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ કે, જુનાગઢ ખત્રીના ડેલા મટીયાણા દરબાર વાળી ગલીમાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપત્તાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે. તેવી હકીકત મળતા પંચો સાથે ઉપરોક્ત બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૦૩ ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા હોય જેઓને રોકડા રૂ!.૨૨,૯૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-પર સાથે મળી આવતા પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ કબ્જે કરી “એ”ડીવી પો.સ્ટે. જુનાગઢમા જુગારનો ગુન્હો રજી. થયો હતો

“ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ સાહેબની સુચના મુજબ ગુન્હા નિવારણ યુનીટના પો.સબ ઇન્સ. ઓ.આઈ.સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.હેડ.કોન્સ કે.કે.રાઠોડ તથા પો.કોન્સ રામભાઇ ચાવડા તથા સાજીદખાન બેલીમ તથા ભરતભાઇ ઓડેદરા તથા વીક્રમભાઇ છેલાણા તથા જીગ્નેશભાઇ શુકલા તથા નરેન્દ્રભાઇ બાલસ તથા જુવાનભાઇ લાખણોત્રા તથા નીલેષભાઇ રાતીયા  પોલીસ સ્ટાફ દ્વારા{ આરોપીઓ(૧) શેબાજ ઉર્ફે પપ્પુ કરીમભાઇ શેખ જુનાગઢ મચ્છી માર્કેટ ઢાળ રોડ(૨) અફઝલ હુશેનભાઇ પટેલ  જુનાગઢ સેઝની ટાંકી પાસે ઝુલેલાલ શેરી (૩) શીરાજ સલીમભાઇ પરમાર -જુનાગઢ જુના બસ સ્ટેન્ડ ચીતાખાના ચોક હીના કોમ્પલેક્ષ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ- રોકડ રૂપીયા ૨૨,૯૦૦/-ગંજીપતાના પાના સાથે આરોપીઓને મુદ્દા માલ સાથે-ગુન્હા નિવારણ યુનીટ જુનાગઢ પોલીસ દ્વારા મુદાવલ સાથે ત્રણ આરોપીને દબોચ્યાં

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed