November 28, 2024

આગામી ૧૮મી મે ૨૦૨૪ના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે લગ્ન વિષયક પ્રી-લીટીગેશન લોક અદાલત યોજાશે

Share to


ભરૂચની જાહેર જનતાને લાભ લેવા અપીલ




             ભરૂચ- બુધવાર-  અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં વૈવાહીક લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપુર્ણ રીતે નિકાલ લાવી શકે અને સ્વસ્થ સમાજની રચના થાય તે હેતુથી દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે ભરૂચ મુખ્ય મથકે જીલ્લા ન્યાયાલય સંકુલ ખાતે સવારે ૦૮ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધી વૈવાહીક લોક અદાલત યોજવામાં આવે છે.
         લોક અદાલતની બીજી સીટીંગ આગામી તા. ૧૮/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવી છે, નજીકના પોલીસ સ્ટેશનો,મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓમાં મુકવામાં આવેલ ફરીયાદ/અરજી પેટીઓ મારફતે અરજી કરી પોતાના વૈવાહીક સંબંધોમાં શાંતિપુર્ણ સમાધાન લાવવા ભરૂચ જિલ્લાની જનતાને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ધ્વારા અપીલ કરવામાં આવેલ છે.
     વધુ માહિતિ માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બીજો માળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ અથવા નજીકની સીવીલ કોર્ટમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિ તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed