જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર પ્રિયાબેન કેલૈયા જૂનાગઢના વતની હોય, તથા પ્રિયાબેન તેમના પરિવાર સાથે તળાવ ગેટ પાસે આવેલ V-Mart માં ખરીદી કરવા ગયેલ હોય. પ્રિયાબેન તથા તેમનો પરિવાર ખરીદી કરી પોતાના ઘરે જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. ઝાંઝરડા રોડ પર તે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં રૂ. ૩,૦૦૦/- રોકડ, ઘરની ચાવી, ATM કાર્ડ, કપડા, દવા વિગેરે જેવો કિંમતી સામાન હોય.* પ્રિયાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? પ્રિયાબેન પોતાના પરિવાર સાથે હોય અને તે બેગમાં ઘરની ચાવી તથા ATM કાર્ડ જેવી કિંમતી વસ્તુ હોય. જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, વિક્રમભાઇ જીલડીયા, એન્જીનીયર જલ્પાબેન રામ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પ્રિયાબેન તથા તેમનો પરિવાર ઝાંઝરડા રોડ પાસે જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પ્રિયાબેન પોતાનું રૂ. ૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-09-AX-1312 શોધેલ.
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પ્રિયાબેન કેલૈયાનું રૂ. ૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રિયાબેને જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, આ બેગમાં તેમના ઘરની ચાવી હતી જે મળવી ખૂબ જરુરી હતી અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પ્રિયાબેન કેલૈયાનું રૂ. ૩,૦૦૦/- રોકડ તથા અગત્યના સામાન સહિતનું બેગ ફક્ત ૨ ક્લાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ