October 3, 2024

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે ઇસમોને ઝડપી લીધા..

Share to

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોવાલી ખાતેથી ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીઓ

મિતેશભાઇ જગદીશભાઇ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઇ ઠાકોર બન્ને રહે. ગામ ગોવાલી તા.ઝઘડિયા જિ.ભરૂચના પોતાના ઘરે હાજર છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને ઝઘડિયા પોલીસ મથકના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મિતેશભાઇ જગદીશભાઇ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઇ ઠાકોર બન્ને રહે. ગામ ગોવાલીનાને તેઓના ઘરેથી પકડી લઇને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યા હતા.


Share to

You may have missed