ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામે ભાજપના કાર્યકરોએ પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા…

Share to

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો…

ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા..

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના મા પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોઈ ભરૂચ જિલ્લા મા મોટી સઁખ્યા મા રાજપૂત સમાજ સમગ્ર જિલ્લા ના ગામો મા વસે છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા હતા અને ભરૂચ જિલ્લા મા પણ વિરોધ ના વંટોળ ઉભા થતા સમાજ ના લોકો મા ઉગ્ર રોષ જોવા મળ્યો હતો .

ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈપણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી હરીપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું જાહેર મા પૂતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા…


Share to

You may have missed