આઇ.પી.એલ. ૨૦૨૪ ટી-૨૦ ક્રિકેટ લાઇવ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના સોદાઓ કરતા ચાર ઇસમોને કુલ રૂ.૧,૬૮,૫૮૦/- ના મુદામાલ સાથે દબોચી ક્રિકેટ સટ્ટાનો લાઇવ જુગાર પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા વિસ્તારમાં પ્રોહી/જુગારની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ નાબુદ કરવા અને આવી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોસ બોલાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. જે.જે.પટેલ તથા ડી.કે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. અને હાલમાં ચાલી રહેલ ક્રિકેટ સોદાઓ કરી ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા ઇસમો ઉપર સતત વોચ તપાસમાં હોય દરમ્યાન પો.સ.ઇ. ડી.કે.ઝાલા, તથા પોલીસ હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કો. ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કો. દિપકભાઇ બડવા નાઓને સંયુકતમાં અગાઉથી ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, કલ્પેશ ઉર્ફે કાલુ રસીકભાઇ રહે. જૂનાગઢ, ગોધાવાવની પાટી, તંબોળીનો ડેલો, ગીરનાર દરવાજા રોડ વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા સારૂ લેપટોપ દ્રારા મોબાઇલ ફોન ઉપર હાલમાં ચાલતી ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇપીએલ)-૨૦૨૪ની રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં રન, ઓવર, સેસન ઉપર હાર-જીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે આજરોજ પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ રેઇડ કરતા હાજર મળી આવનાર ચાર ઇસમો ઓનલાઇન આઇ.ડી. મેળવી આઇપીએલ-૨૦૨૪ ટી-૨૦ની ચેન્નઇ સુપર કિંગ- સનરાઇજ હૈદ્રાબાદ ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર લેપટોપ તથા મોબાઇલ ફોન દ્વારા હાજર નહી મળી આવેલ ગ્રાહક સાથે ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી ક્રિકેટ સટ્ટાના સોદા કરી હારજીતના નાણાની હવાલા દ્વારા આપ લે કરી રેઇડ દરમ્યાન રોકડા રૂ.૧૬૦૮૦/-, મો.ફોન-૮ કિ.રૂ.૪૪,૦૦૦/-, ટેબલેટ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- , લેપટોપ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-, ટી.વી.-૧ કિ.રૂ.૩,૦૦૦/-, સેટોપ બોક્ષ-૧ કિ.રૂ.૫૦૦/- તથા મો.સા. નંગ-૩ કિ.રૂ.૭૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૬૮,૫૮૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી તમામ મુદામાલ કબ્જે કરી એ ડીવી. પો.સ્ટે. ગુન્હો રજી. કરવામાં આવ્યો હતો
કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે. પટેલ તથા પો.સ.ઇ. ડી.કે.ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. ઈન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કો. ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કો. દિપકભાઇ બડવા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા ક્રિકેટ સટ્ટાનો જૂગાર રમાડતા હાજર મળી આવેલ આટલા ઇસમોને(૧) કલ્પેશ રસીકભાઈ ખોડા (૨) આનંદ ભરતભાઇ પટ્ટણી (૩) નિલેશભાઇ પરસોતભાઇ ખીમાણી (૪) આનંદભાઇ મનસુખભાઇ અંદ્રપીયા પકડી પાડવામાં આવ્યા
– ક્રિકેટ સટ્ટાનો જૂગાર રમાડતા હાજર નહિ મળી આવેલ ઇસમો- ભાવેશભાઇ વણઝારા જેતપુર વાળાના ગ્રાહકો તથા અન્ય આરોપી મળી કુલ ૭૨ ઇસમો.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો