માંડવી તાલુકા માં થી વધુ બે લાંચિયાઓ ACB ના હાથે, માંડવી પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય શંકર ચૌધરી તેમજ પાતલ ગામના ડે.સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Share to






માંડવી તાલુકાના પાતલ ગામે ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ લાંચની માગણી કરનાર ગ્રામ પંચાયતના ડે.સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા અને કાર્યવાહી કરી હતી.

લાંચીયાઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સુરત જિલ્લામાં ACBએ વધુ બે લાંચિયાઓને ઝડપી લીધા હતા. માંડવી તાલુકાના પાતલ ગામ ખાતે એક જાગૃત નાગરિકે ખેતીની જમીનને લેવલીંગ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી. જે જમીન લેવલીંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે પાતલ ગ્રામ પંચાયતના ડે.સરપંચ ભૂપેન્દ્ર ધનસુખભાઈ ગામીત અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના વર્તમાન સાલૈયા તાલુકા પંચાયત સીટના સભ્ય શંકર ચૌધરીએ 1.50 લાખની માંગણી કરી હતી અને લાંબી રકઝક બાદ 80,000માં નક્કી કર્યું હતું.

ઠરાવ પાસ થાય ત્યારે તમામ પૈસા ચૂકવી આપવાના નક્કી થયું હતું. જે પૈકી 35000ની લાંચની રકમ બન્ને આપવાની હોવાથી જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા. જેને લઇને તેઓએ એસીબીમાં ફરિયાદ કરતા ACB દ્વારા છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતું અને લાંચ લેતા બન્નેને રંગે હાથે ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Share to