November 21, 2024

ઉમલ્લા ના વાઘપુરા રોન્ગ સાઈડ ઉપર રેતી ભરેલ ઓવરલોડ ટ્રક બેફામ ચાલી રહી હોઈ તેવો વીડીઓ આવ્યો સામે…આવા લોકો ઉપર લગામ લગાવશે કોણ?.

Share to

રેતી ના સ્ટોક ધારકો અને વાહનચાલકોને કોઈના જીવન ની પરવાહ છે કે કેમ.!

પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા DNSNEWS

જો બાબતે અકસ્માત સર્જાય અને જો કોઈ નો જીવ જાય તો જવાબદાર કોણ…? તે એક પ્રશ્ન.?

ઝગડીયા તાલુકાના ઉમલ્લા પાસે આવેલ દુમાલા વાઘપુરા પાસે થી રોન્ગ સાઈડ ઉપર થી રેતી ભરેલ વાહન હંકારતો વાયરલ વિડિઓ સામે આવ્યો છે જેમાં એક ટ્રક ચાલક ઉમલ્લા ના APMC માર્કેટ યાર્ડ તરફથી વાઘપુરા નજીક મા આવેલ એક રેતી ના સ્ટોક ઉપર ખાલી કરવા જઈ રહ્યો છે જેમાં તે રોન્ગ સાઈડ ઉપર ગફલત ભરી રીતે ઓવરલોડ વિના તારપત્રી ખુલ્લી રેતી ભરી ને ટ્રક હંકારી રહ્યો છે જેમાં રાજપીપલા તરફથી આવતા વાહનો,સ્કૂલ જતા બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યો હોઈ તેમ પ્રાથમિક દ્રષ્ટિ એ નજરે ચડી રહ્યો છે..ત્યારે સવાલ એ કે જો કોઈ અન્ય વાહન ચાલક આ ટ્રક સાથે અકસ્માત સર્જાઈ અને તેમાં કોઈ વ્યક્તિ ને ઇજાઓ અથવા કોઈ નું મૃત્યુ થાય તો તેનું જવાદાર કોણ ?

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા થી ઉમ્મલા સુધી ના રોડ ની બન્ને તરફ રેતી ના મોટા મોટા સ્ટોક કરવામાં આવ્યા છે જેમાં રેતી ખાલી કરવા આવતા અને લઈ જતા વાહનો જે તે સ્ટોક ઉપર જવા અને નીકળતી વખતે શોટકટ અપનાવી રોન્ગ સાઈડ ઉપર પોતાના વાહનો હંકારતા નજરે ચડે છે કા તો રોડ ની મધ્ય મા ઉભા રહી જતા હોઈ છે જેના કારણે સામે થી આવતા વાહનો બાઈક ચાલકો સાથે ઘણી વાર અકસ્માત થયાં છે ઝગડીયા તાલુકામાં થી પસાર થતો અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ અને મુલદ થી ઝગડીયા ના નાના સાંજા સુધી ના માર્ગ મા છેલ્લા બે મહિના મા અસંખ્ય માર્ગ અકસ્માત થયા છે તેમાં ઘણા લોકો એ તેઓનો જીવ ગુમાવ્યો છે ત્યારે આવા વાહનો અને રેતી ના સ્ટોક ધારકો ઉપર આરટીઓ, સહિત પોલીસ પ્રશાસન કેમ કોઈ કાર્યવાહી કરતું નથી કેમ નાના બાઈક ચાલકો અને ફોરવીલ ગાડીઓ ઉપરજ કેમ કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક લોકો મા પ્રશ્ન છે..?

જોકે રાજપારડી અને ઉમલ્લા પોલીસ દ્વારા કેટલીક વાર ચાર રસ્તા ની આજુ બાજુ તથા બજાર મા ટ્રાફિક ની સમસ્યા અંગે કેટલાક વાહન ચાલકો ઉપર કાર્યવાહી પણ કરી છે જે બિરદાવા લાયક છે પરંતું કાયદા નો સરેચોક ભંગ કરતી મોટી માછલીઓ નું શુ જે રાત દિવસ અને કાયદા ને નેવે મૂકી લોકો ના જીવ ને જોખમ મા મુકતા હોઈ છે કેમ મોટા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી કેટલાક વાહન ચાલકો પાસે લાઇસન્સ સહિત અન્ય પુરાવા પણ ના હોવાનું પોલીસ સ્ટેશન ના ચોપડે અનેક વાર નોંધાયું છે તો પછી કેમ આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક લોકો મા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે…તાલુકામાં વારંવાર અકસ્માત ની ઘટનાઓ બની રહી છે લોકો ના જીવ હોમાય રહયા છે પરંતું સ્થાનિક પ્રસાશન આ બાબતે નિષ્ક્રિયતા દાખવી રહ્યું હોઈ તેમ લોકચર્ચાઓ થઈ રહી છે લોકો મા સ્થાનિક રાજકીય આગેવાનો ના કારણે રેત સાથે સંકડાયેલા લોકો કાયદા ને પણ ગણકારતા નથી તેવી અનેક વાર લોકો દ્વારા ફરિયાદો થઈ છે ત્યારે આવા લોકો ઉપર પણ તંત્ર નતમસ્તક હોઈ તેમ હાલ તો લોકોમા પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે લોકો ના જીવ ને ખતરા રૂપ આવા રેત સ્ટોક ધારક ઉપર અને કાયદા નો ભંગ કરનાર વાહનચાલકો ઉપર સ્થાનિક તંત્ર હવે કેવી અને શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું….

#DNSNEWS #DURDARSHINEWS


Share to

You may have missed