અહીંયા તો ઘરકા ભેંદી લંકા ઢાયે…. જેવો મામલો
વાલીયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જ જપ્ત કરાયેલા દારૂમાંથી 31 લાખનો દારૂ સગેવગે કરી નાખ્યો છેવટે એસપીએ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો…
વિગત અનુસાર ભરૂચ જિલ્લા ના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા વિદેશીદારૂના મુદ્દામાલમાંથી કુલ 23,638 નંગ બોટલ કિંમત રૂ.31 લાખનો મુદ્દામાલ સગેવગે કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.વાલિયા પોલીસે તેની સામે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે.
ભરૂચ એસપીએ મુદ્દામાલ ચકાસણીના આદેશ આપ્યા હતા વાલિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતાં અહેકો જગદિશ ધનજીભાઈ વસાવા વિદેશીદારૂની હેરાફેરીમાં બુટલેગરની મદદ કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં તેને બે મહિના પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.તેનો ક્રાઈમ રાઈટર તરીકેનો ચાર્જ મેહુલ કનુભાઈને સોંપવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશનમાં કબ્જે કરાયેલો વિદેશીદારૂની તપાસણી કરવા એસપી દ્વારા સુચના આપતાં એક ટીમે ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.
અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હતો જેમાં સસ્પેન્ડ કરાયેલાં જગદિશ વસાવાએ તેની ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા કરેલો વિદેશીદારૂના મુદ્દામાલમાંથી તબક્કાવાર રીતે કુલ 31 લાખની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો સગેવગે કર્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેના પગલે તેની સામે વાલિયા પોલીસે સરકારી કર્મચારી હોવા છતાં સરકારી મિલકતનો મુદ્દામાલ પોતાના અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કરવા સબબનો ગુનો નોંધ્યો છે.ત્યારે મામલાની તપાસ એલસીબી પીઆઇ મનિષ વાળાને સોંપવામાં આવી છે.
પોલીસેકર્મીએ કયા કયા વર્ષે કેટલો દારૂ સગેવગે કર્યો આ પોલીસ ક્રાઈમ રાઈટરે તેની ફરજ દરમિયાન વર્ષ 2021 માં દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી કુલ 1682 નંગની ઘટ કરી હતી.વર્ષ 2022 કુલ 19194 નંગ બોટલોની ઘટ હતી.જ્યારે વર્ષ 2023 માં કુલ 2762 બોટલોનો ઘટ કરી હતી.જેમાં બિયર અને દારૂની નાની મોટી બોટલો મળી કુલ 23,638 નંગ જેની કિંમત રૂ.31,00,410 નો મુદ્દામાલ સગેવગે કર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ મામલામાં આરોપીના રીમાન્ડ મેળવી વધુ તપાસ કરાઈ રહી છે વિગતો અનુસાર હાલતો સસ્પેન્ડ પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી રીમાન્ડ મેળવી આ મામલે ઘનિષ્ઠ પુછતાજ કરવામાં આવી રહી છે.જ્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસે અન્ય ત્રણથી ચાર લોકોને પકડી તેમની પણ આ મામલે પુછતાછ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે……
#DNSNEWS REPORT
More Stories
” જૂનાગઢ જિલ્લા પોલીસ દ્રારા પોલીસ હેડ ક્વાટર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું