રાજપીપળા મા શંકાસ્પદ મધ વેચતી ટોળકી સક્રિય, કેટલાક જાગૃત નાગરિકો છેતરાતા બચી ગયા…

Share toઈકરામ મલેક: રાજપીપળા

હાલ ગુજરાતમાં નકલી નો વાયરો ફૂંકાયો છે, ત્યારે રાજપીપળા ના વડીયા ગામ તરફ આવેલી સંખ્યાબંધ સોસાયટીઓ મા નકલી મધ ને અસલી મા ખપાવી સંખ્યાબંધ લોકો ને મધ પધરાવી દેતી એક ટોળકી સક્રિય બની હોવાનું જાણવા મળે છે.

રીક્ષા લઈ ને આવતા 5 થી 6 જેટલા લબર મુછીયા નવયુવાનો બરણી મા શંકાસ્પદ મધ ભરીને બરણી ઢાંકણા ઉપર મધ ના પૂડા  મૂકી અસલી મધ હોવાનો દેખાવ ઉભો કરી, કેટલાય રહીશો અને ગૃહિણીઓ ને મધ પધરાવી રફુચક્કર થઈ ગયા હતા, અસલી અને નકલી મધ ની ઓળખ નહિ કરી શકનાર લોકો આ ટોળકી ની વાતો મા આવી જઈ મધ ખરીદી લીધું હતું.

મધ વેચવા માટે આવેલા આલબર મુછીયાઓ આસપાસ મા આવેલા વૃક્ષો ઉપર મધ છે તમે નજીક ના આવતા તમને માખીઓ કરડશે એમ કરી એકજ મધ ના પૂડા માંથી કેટલીય સોસાયટીઓ મા લોકો ને બરણીઓ ભરી ભરી ને મધ ના ખાંડની ચાસણી પધરાવી દીધી હોવાની શક્યતાઓ છે.

ત્યારે કેટલાક જાગૃત લોકોએ આટલું બધું મધ ક્યાંથી લાવો છો તેમ કહી ઉલટ તપાસ કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા, અને યોગ્ય જવાબ ના આપી શકતા જાગૃત રહીશો એ તેઓએ ખરીદલું મધ પરત મરી પૈસા લઇ લીધા હતા.


Share to

You may have missed