મમતા બેનર્જીને માથામાં ગંભીર ઈજા થઈ ઘરમાં ચાલતી વખતે પડી ગયા

Share to
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને માથા પર ગંભીર ઈજા થઈ છે. ગુરુવારે (14 માર્ચ) સાંજે મમતા બેનર્જીની ઈજા પછીની તસવીરો TMCના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. તેમાં જોવા મળે છે કે મમતાના કપાળની વચ્ચે ઊંડો ઘા છે, જેમાંથી લોહી વહી રહ્યું છે. તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આનંદ બજાર પત્રિકા અનુસાર, તેઓ ઘરમાં ચાલતી વખતે પડી ગયા હતા. માથા પર ટાંકા મુકવામાં આવ્યા છે.


Share to

You may have missed