November 30, 2024

ઝઘડિયા જીઆઇડીસીની વેલિઅન્ટ ઓર્ગેનિક્સ કંપનીને GPCB દ્વારા ક્લોઝર નોટીસ અપાતા ચકચાર

Share to

મિડીયાને અખબારજોગ સત્તાવાર માહિતીથી વંચિત રાખવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું…

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીની એક કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવતા GIDC ની અન્ય ઉદ્યોગો મા ફફડાટ…. આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વેલિઅન્ટ ઓર્ગેનિક્સ નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા બાબતે જીપીસીબી અંકલેશ્વર દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.

આ બાબતે જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું. આ નોટિસ કયા સંદર્ભે આપવામાં આવી એમ પુછતા તેમણે જણાવ્યું કે કંપનીમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળી હતી. વધુમાં જણાવાયા મુજબ કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલ જણાયું હતું. જોકે આ પાણી કંપની દ્વારા બહાર છોડાયું હતુંકે કેમ તેમ પુછતા જણાવાયું કે કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઇડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે જેના થી વાતવરણ સહિત માનવ સહિત ખેતી તેમજ પશુઓ ને નુકશાન થતું હોઈ છે વારમવાર ઝગડીયા GIDC ના અનેક ઉદ્યોગો ને પણ ક્લોઝર નોટીસ આપવામાં આવી છે પરંતુ આ બાબતે જે તે ઉદ્યોગો ઉપર કેવી અને શુ કાર્યવાહી કરવામાં આવી તેની જાણ સત્તાવાર જાહેર કરવામાં આવતી નથી જોકે આવી ઘટનાઓમાં જુજ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને જ્યારે આવી કોઇ કાર્યવાહી થાય ત્યારે મિડીયાને અખબારજોગ સત્તાવાર માહિતીથી વંચિત રાખવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલમાં ઝઘડિયાની વેલિઅન્ટ કંપનીને અપાયેલ ક્લોઝર નોટિસ બાદ આગળ તેનું કેવું પરિણામ આવે છે તે જોવું રહ્યુ !


Share to

You may have missed