October 4, 2024

નેત્રંગમાં કોલેજના પ્રોફેસરે સહાયક મહિલા સ્ટાફના ફોટા પાડ્યા હોવાના આક્ષેપ,મામલો પહોંચ્યો પોલીસ મથકે

Share to




ભરૂચના નેત્રંગ તાલુકા મથકે આવેલ એક સરકારી કોલેજમાં ૧ ફ્રેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નેશનલ લેવલના સેમીનારમાં એક પ્રોફેસરનું બેચ તુટી જવાથી ક્લાકૅ-કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતાં હતા.જે દરમ્યાન કોલેજમાં જ લાયબ્રેરીયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે અરજીમાં જણાવ્યા અનુસાર મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરીયાદ કરતાં આચાયઁ જણાવ્યું હતું કે,આ કોલેજનો અંદરનો મામલો છે.કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે,અમે પ્રયત્ન કરીશું.પરંતુ આ બાબતે મહિલા ક્લાકૅ-કારકુને અનેકોવખત રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં થતાં વિવાદ વંટોળે ચડ્યો હતો.કોલેજના વિધાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકુટ થતાં મામલો ગરમાતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.કોલેજના આચાયૉ-પ્રોફેસરો ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઇલ ફોન કબ્જે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો.વિવાદને ૪૨ દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈપણ પ્રકારની કાયઁવાહી નહીં કરતાં તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદભવ્યા છે.આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પો.સ્ટેશનમાં લેખિત ફરીયાદ કરી છે.


Share to

You may have missed