પંચાયત ના કરતાધરતા તેમજ બિલ્ડરો ના મીલીભગત થી કાયદા ને નેવે મૂકી બિલ્ડરો ને જમીન તેમજ બાંધકામ મા લેવાની કેટલીક કાયદાકીય પરમિશન લેવામાં આવતી ન હોવાની લોકબુમ…
પ્રતિનિધિ /સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના જીઆઇડીસી ના મધ્યમાં આવેલ દધેડા ગામમાં હાલ કેટલા સમયથી શોપિંગ દુકાનો તેમજ ઘરના રહેણાંક માટે મોટા પાયે બાંધકામ થઈ રહેલ હોય જેમાં માટીનો ઉપયોગ મોટા માત્રા મા કરવામાં આવી રહ્યો છે પરંતુ લોક ચર્ચા પ્રમાણે આ માટી ગેરકાયદેસર ખનન કરી અને આ બધા કામોમાં વપરાતી હોય તેમ લોક ચર્ચા થઈ રહી છે દધેડા ગામમાં હાલ ઘરના તેમજ શોપિંગના બાંધકામમાં અચાનક તેજી આવી છે જે ગામ ના વિકાસ માટે સારી બાબત કહેવાય પરંતું આ વિકાસમા ક્યાંક ને ક્યાંક પંચાયત ના કરતાધરતા તેમજ બિલ્ડરો ના મીલીભગત થી કાયદા ને નેવે મૂકી બિલ્ડરો ને જમીન તેમજ બાંધકામ મા લેવાની કેટલીક કાયદાકીય પરમિશન લેવામાં આવતી નથી તેવી બૂમો ઉઠવા પામી છે
ત્યારે હાલ નવા બાંધકામ મા વપરાતી માટી ક્યાંથી અને કયા વિસ્તારમાં થી મોટા પાયે દધેડા ગામમાં આવી રહી છે અને તે માટી કાયદેસર છે કે ગેરકાયદેસર તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કાયદા પ્રમાણે કોઈપણ માટી અને કોઈપણ ખનીજનું મટીરીયલ લાવા લઈ જવા માટે રોયલ્ટી ની જરૂર પડતી હોય છે તથા આ બાબતે પંચાયત ને પણ આ બાબતે કાયદાકીય ધ્યાન આપવાનું હોઈ છે ત્યારે ઘણા બધા કિસ્સામાં બાંધકામમાં તેમજ પુરાણમાં કરવા વપરાતી માટી કોઈક ને કોઈક જગ્યા ઉપરથી ખોદકામ કરી અને જે તે વિસ્તારમાં કામમાં વપરાતી હોય છે જેના માટે જમીન માલિક તેમજ પંચાયત ની પરમિશન હોવી જરૂરી હોઈ છે પરંતુ ઝગડીયા તાલુકામાં અનેક કિસ્સામાં કેટલાક વિસ્તારોમાં પંચાયત ની ગોચરની જમીન તેમજ અન્ય સરકારી જમીનોમાંથી કેટલાક બે નંબરીઓ ચોરી છુપાઈથી માટી ખોદી લાવી અને કેટલાક વચેટીયાઓ તેમજ, સરપંચો તેમજ તંત્ર ના કેટલાક અધિકારીઓ ની મીલીભગતથી કેટલાક બિલ્ડરો ને પોહચાડતા હોવાની વિગતો પણ બહાર આવતી હોઈ છે…
તયારે ઝગડીયા નું વહીવટી તંત્ર અને ખાનખનીજ વિભાગ જાને ઘોર નિંદ્રામાં પોઢ્યું હોય તેમ લાગી રહ્યું છે ઝગડીયા તાલુકા સરકારી તંત્ર આ બાબતે કોઈપણ કાર્યવાહી કરતું કેમ નથી તે પણ લોકોમાં હાલ ચર્ચા રહ્યું છે ત્યારે આવા બધા કામોમાં વપરાતી માટી ક્યાંથી અને કેવી રીતે આવે છે તેની ન્યાયિક તપાસ થાય તે જરૂરી બની ગયું છ…..
More Stories
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….