ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભા બેઠક પર જશુભાઈ રાઠવા ની પસંદગી

Share to


લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટોટલ 22 ઉમેદવારો ની જાહેરાત કરી દેવામાં આવી છે સાત દિવસ પહેલા 15 ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે આજે બીજા સાત ઉમેદવાર ની જાહેરાત કરી છે જેમાં છોટાઉદેપુર લોકસભાની બેઠક પર જશુભાઈ રાઠવા ને ટિકિટ મળી છે કાર્યકરોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે જશુભાઈ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એક વખત ધારાસભ્યની ચૂંટણી પણ લડ્યા છે ત્યારે પાર્ટી તરફથી જશુભાઈ રાઠવા ની છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ઉમેદવાર ની જાહેરાત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અને લોકોમાં ખુશી જોવા મળી હતી ટૂંક સમયમાં જ ચૂંટણીની તારીખો ની પણ જાહેરાત થવાની છે અને લોકસભાની ચૂંટણી યોજવાની છે જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર ની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જશુભાઈ રાઠવા ની પસંદગી કરાતા લોકોમાં ખુશી જોવા મળી હતી


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed