October 17, 2024

ઝધડિયા સુલતાનપુરા નવ નિર્મિત ગૃપ ગ્રામ પંચાયતનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું

Share to

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી

ભરૂચ જિલ્લા ના ઝધડિયા સુલતાનપુરા ખાતે ઝઘડિયા ના ધારાસભ્ય રીતેશ વસાવા ના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝધડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયત ભવનમાં સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટર લેબ સહીતની ડિજિટલ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે

આ નવનિર્મિત ગ્રામપંચાયત ભવનનું ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ઝધડિયા બ્રહ્મા કુમારી સેન્ટર ના હેતલ દીદી, તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ, ઝધડિયા ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ સુરેશ વસાવા, મહિલા‌ ઉપ સરપંચ હેમલતાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઇ પટેલ, ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા .


Share to

You may have missed